શિયાળાનું આગમન એકાદ મહિનામાં !

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતભરમાં ભરપૂર વરસાદ વરસી ગયો છે. નૈઋત્યનું ચોમાસુ વિદાય તરફ છે. લોકલ ભેજના લીધે કન્વેકટીવ કલાઉડ બનતા હોય છે, જેના લીધે છુટોછવાયો એકાદ બે સ્થળે વરસી જાય છે.

હવામાન ખાતાના પૂર્વ અધિકારી શ્રી એન.ડી. ઉકાણીએ જણાવ્યુ હતું કે હાલમાં સંક્રાંતિના દિવસો ચાલી રહ્યા છે. એટલે દિવસ અને રાત્રીના તાપમાનમાં તફાવત જોવા મળશે. આવતા પચ્ચીસેક દિવસ મહત્તમ તાપમાન એટલે કે દિવસનું તાપમાન ૩૦ થી ૩૫ ડિગ્રી આસપાસ જોવા મળશે. દિવસ દરમિયાન આંશિક ગરમીનો અનુભવ થાય છે. જયારે મોડી રાત્રે કે વ્હેલી સવારે આંશિક ઠંડીનો અહેસાસ થાય છે. સવારના લઘુતમ તાપમાનમાં ધીમે – ધીમે ઘટાડો જોવા મળશે. એટલે એમ કહી શકાય કે એકાદ મહિનામાં શિયાળાનું આગમન થઈ શકે છે.

દરમિયાન નૈઋત્યનું ચોમાસુ વિદાય તરફ છે. હાલમાં આઈસોબાર પણ ૧૦૦૯/૧૦ આસપાસ જોવા મળે છે. પરંતુ હવામાં ભેજનું પ્રમાણ હો લોકલ વાદળોમાં ભેજ બનતો હોય બપોર બાદ કોઈ – કોઈ સ્થળોએ વરસી જાય તેવી સંભાવના રહેલી છે.