મારી પ્રેયસી મારા કરતાં છ વર્ષ મોટી છે. શું અમે લગ્ન કરીએ તો સેક્સ ભોગવવામાં સફળ થઈશું ખરાં ?

Blogs

ડૉ. મુકુલ ચોકસી

મારી પ્રેયસી મારા કરતાં છ વર્ષ મોટી છે. શું અમે લગ્ન કરીએ તો સેક્સ ભોગવવામાં સફળ થઈશું ખરાં? કે કોઈ મુશ્કેલી આવશે?

સેક્સની સફળતા કે નિષ્ફળતાનો આધાર પતિ-પત્નીની ઉંમરના તફાવત ઉપર નિર્ભર નથી હોતો, સિવાય કે એ તફાવત ખૂબ મોટો હોય. તમારી ઉંમર વચ્ચેનો તફાવત સામાન્ય ગણાય. વાસ્તવમાં ઘણાં સમાન ઉંમર ધરાવતાં યુવક-યુવતીઓ પણ જાતીય સમસ્યાઓથી પીડાતાં જોવા મળે છે. જ્યારે સામાન્ય પાંચ-સાત વર્ષનો તફાવત હોવા છતાં આનંદિત સેક્સલાઇફ વ્યતીત કરતાં હોય એવાં ય ઘણાં દંપતી જોવા મળશે.

મને લિંગના ઉત્થાનની તકલીફ છે. મને એક મિત્રએ જણાવ્યું છે કે, લિંગ પર ટાઇટ રબરબેન્ડ બાંધવાથી આ સમસ્યા હલ થઈ જાય છે. શું આ વાત સાચી છે ?

બીમારી માટે ઘરેલુ નુસખાઓ અજમાવી જોવાની વૃત્તિ કયારેક જોખમી સાબિત થઈ શકતી હોય છે. શિશ્નોત્થાન માટે રબરબેન્ડ વાપરવાની પદ્ધતિ એનું એક દેખીતું ઉદાહરણ છે. હા-આ પદ્ધતિ લિંગના રુધિરાભિસરણના સિદ્ધાંત મુજબ અવશ્ય કાર્ય કરે છે. લિંગમાં ધમનીઓ દ્વારા લોહી પહોંચે છે, જેને લીધે ઉત્થાન આવે છે. આ લોહી શિરાઓ દ્વારા લિંગમાંથી શરીરમાં પાછું ફરે છે – જેને લીધે શિશ્ન તેનું ઉત્થાન ગુમાવે છે અને સંકોચાઈ જાય છે. હવે જો બાહ્ય દબાણ દ્વારા કેવળ લોહી પાછું લઈ જતી ધમની દ્વારા લિંગમાં ઉત્થાનને ટકાવવામાં મદદ કરી શકે. પરંતુ જો આમ કરવામાં યોગ્ય તકેદારીઓ રાખવામાં ન આવે તો ધમનીમાં પણ રૂંધાઈ શકે. જેથી લિંગને લોહી મળતું જ અટકી જાય અને નુકસાન થઈ શકે. આમ રબરબેન્ડનો પ્રયોગ પણ મર્યાદિત ધોરણે નિયમાનુસાર કેવળ તબીબી માર્ગદર્શન હેઠળ જ થવો જોઇએ પણ એના કરતાં વધુ અસરકારક અને બિનજોખમી સારવાર પણ ઉપલબ્ધ હોય છે એ માટે આપ તજજ્ઞની સલાહ લો તો વધુ સારું.