જીવવું કેમ? લોકો ઘરમાં’ય સુરક્ષિત નથી : નવા અભ્યાસમાં ધડાકો

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

હવે તમે ઘરમાં બેઠા બેઠા પણ કોરોના વાયરસથી સંક્રમીત થઇ શકો છો. આવા ખળભળાટ મચાવતો ખુલાસો કર્યો છે. દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ. દક્ષિણ કોરીયાના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, ઘરના સામાનથી અને બહારથી આવતા સામાન થકી પણ કોરોના વાયરસ ફેલાવાની શકયતા છે.

દક્ષિણ કોરીયાના આ સ્ટંડીને યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) એ ૧૬ જુલાઇના રોજ પ્રકાશિત કર્યો છે. આ રિપોર્ટ પ૭૦૬ પ્રારંભના કોરોનાના દર્દીઓ અને તે પછી સંક્રમિત થયેલા પ૯૦૦૦ લોકો પર આધારિત છે.

આ રિપોર્ટમાં જણાવાયું છે કે, પ્રતિ ૧૦૦ કોરોના દર્દીઓમાંથી માત્ર ર એવા છે જેમને બીન ઘરેલુ સંપર્કને કારણે કોરોના થયો છે એટલે કે ઘરની બહાર કોરોના સંક્રમીત થયા હોય. જયારે દર ૧૦ દર્દીઓમાં એક દર્દીને કોરોનાનું સંક્રમણ તેના ઘરના સભ્યો થકી થયું હતું.

ઉંમરના હિસાબથી પણ કોરોના કોઇને છોડતો નથી. ઘરમાં મોજૂદ ઓછી ઉંમરના કિશોરથી લઇને ૬૦ થી ૭૦ વર્ષના વડીલને પણ પોતાનો શિકાર બનાવી રહેલ છે. પણ ઘરમાં રહેતા કિશોર અને વડિલ વધુ સંક્રમિત થઇ રહ્યાં છે.

કોરીયા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (કેસીડીસી) ના વડા જિયોંગ ઇયુન કીયોંગે કહ્યું છે કે કિશોર અને વડિલ ઘરના બધા સભ્યોની નજીક રહે છે તેથી તેઓ સંક્રમિત થાય તેવી આશંકા વધી જાય છે. એવામાં આ બંને સમૂહો ઉપર ખાસ ધ્યાન દેવાની જરૂર છે.

હેલીમ યુનિ. કોલેજના પ્રોફેસર ડો. ચો યંગ જુને કહયું છે કે, ૯ વર્ષથી ઓછી ઉમરના બાળકોમાાં સંક્રમિત થવાની આશંકા ઓછી હોય છે બાળકો મોટાભાગે એ સિમ્ટોપમેટિક હોય છે. એટલે કે તેમનામાં કોરોના લક્ષણ નથી દેખાતા તેથી તેઓમાં કોરોનાને ઓળખવામાં પ્રારંભિક મુશ્કેલી આવે છે.

ડો. ચો યંગે ચેતવણી આપી છે કે કોરોના વાયરસ કોઇપણ ઉંમરના માણસને છોડતો નથી. તે દરેકને પોતાનો શિકાર બનાવે છે ઘરમાં રહેવાથી પણ તમે સુરક્ષિત રહી શકતા નથી. તમારે ઘરમાં પણ સોશ્યલ ડિસ્ટન્સ રાખવું પડશે. બચવાના ઉપાયો કરવા પડશે.