અહમદભાઈ પટેલ પછી ખજાનચી કોણ ? : અશોક ગેહલોત, કમલનાથ, કે સી, વેણુગોપાલ, મિલિન્દ દેવરાના નામ ચર્ચામાં

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોંગ્રેસના ચાણક્ય અહમદ ભાઈ પટેલના નિધન બાદ હવે અહેમદભાઈ પછી, કોણ? આ સવાલ વરિષ્ઠ નેતા અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ખજાનચી અહેમદ પટેલના નિધન બાદ પાર્ટી સમક્ષ છે. પશ્ચિમ બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોમાં કેટલાક મહિનાઓ બાદ ચૂંટણી યોજાવ જી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે ટૂંક સમયમાં નવા ખજાનચીની નિમણુંક કરવાની રહેશે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગયા વર્ષે 31 ડિસેમ્બરે અહેમદ પટેલના સચિવ તરીકેના કાર્યમાં મદદનીશ તરીકે પંજાબ સરકારમાં પ્રધાન વિજય સિંગલાની નિમણૂક કરી હતી, પરંતુ હાલની રાજકીય પરિસ્થિતિને જોતા પક્ષ વરિષ્ઠ નેતાને ખજાનચીની જવાબદારી સોંપી દેશે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ, કે સી વેણુગોપાલ અને મિલિંદ દેવરા સહિતના ઘણા નામ ચર્ચામાં સામેલ છે. અશોક ગેહલોત રાજસ્થાન છોડશે તેવી સંભાવના નથી. કારણ કે તેમના દિલ્હી પહોંચ્યા પછી સરકાર પરનું સંકટ વધુ ગાઢ થઈ શકે છે.

પાર્ટીના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલ સંગઠનનો હવાલો સંભાળી રહ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતાએ કહ્યું કે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમની પ્રામાણિકતા પર પૂરો વિશ્વાસ છે. આવી સ્થિતિમાં, એવું બની શકે કે વેણુગોપાલને ખજાનચીની જવાબદારી આપતી વખતે, સંગઠનનો હવાલો કોઈ બીજાને આપવામાં આવે. પાર્ટીના પ્રમુખ પછી કોંગ્રેસ સંગઠનમાં ખજાનચી સૌથી મહત્વપૂર્ણ પદ છે. આ પછી જનરલ સેક્રેટરી આવે છે. આવી સ્થિતિમાં વેણુગોપાલના દાવાને અવગણી શકાય નહીં.

ખજાનચી પદના દાવેદારોની યાદીમાં મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને વરિષ્ઠ નેતા કમલનાથનો પણ સમાવેશ થાય છે. મધ્ય પ્રદેશમાં નવા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની અફવા શરૂ થઈ ગઈ છે. કમલનાથ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની સાથે વિધાનસભામાં વિપક્ષી નેતા પદ છોડવા માંગે છે. આવી સ્થિતિમાં કમલનાથ ખજાનચીની જવાબદારી સંભાળી શકે છે. આ સાથે ફરી એકવાર મિલિંદ દેવડાનું નામ ચર્ચામાં છે.

પાર્ટીના વરિષ્ઠ નેતાએ કહ્યું કે કોંગ્રેસમાં પ્રમુખ પદ માટેની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોઈ નેતાને ખજાનચી તરીકે નિયુક્ત કરી શકે છે. અધ્યક્ષ પદ માટેની ચૂંટણી પછી, નવા અધ્યક્ષ તેની નવી ટીમ બનાવશે, તે પછી જ પક્ષ પૂરા સમયનો ખજાનચી મેળવી શકશે.