શરીરમાં કોરોનાનું ‘મિત્ર’ અને ‘દુશ્મન’ કોણ છે? વૈજ્ઞાનિકોએ ભાળ મેળવ્યાનો ધડાકો

Science/Tech
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

દુનિયાભરના વૈજ્ઞાનિક કોરોના વાયરસ મહામારી અંગે વધુમાં વધુ માહિતી એકત્ર કરવા પર કામ કરી રહ્યા છે. ભાળ મેળવવાની કોશિષ કરાય છે કે કોરોના શરીરમાં કેવી-કેવી રીતે ફેલાય છે. આ બધાની વચ્ચે વૈજ્ઞાનિકોએ એ ભાળ મેળવ્યાનો દાવો કર્યો છે કે શરીરમાં કયા જીનના લીધે વાયરસ ફેલાય છે.

વૈજ્ઞનિકોએ આ કામ જીન-એડિટિંગ ટુલ (CRISPR-Cas9)ની મદદથી કર્યું છે. તેના પરથી તેને કેટલાંક જીન અંગે ખબર પડી છે જે કોરોનાને શરીરમાં ફેલાતો કે મૂળ જમાવામાં મદદ કરે છે. સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ કેટલાંક જીન્સને આફ્રિકન ગ્રીન મંકીના સેલ્સમાં નાંખ્યા. પછી તેને કોરોના વાયરસથી સંક્રમિત કરી દીધો. પછી જોયું કે કયા જીન પ્રો વાયરલ એટલે કે વાયરસને ફેલાવનાર અને કયાં તેની વિરૂદ્ઘ લડનાર (એન્ટી વાયરલ) છે.

સાયન્ટિસ્ટ કહે છે કે તેની મદદથી ખબર પડી શકશે કે માનવ શરીરમાં આ વાયરસ કેવી રીતે અસર કરે છે. તેની પહેલાં ઠીક વેકસીન બનાવામાં પણ મદદ મળવાની વાત કહેવામાં આવી રહી છે જે સીધી તેમના જીન કે સેલ પર ટાર્ગેટ કરશે જે વાયરસને રોકી શકશે. સ્ટડીમાં એ જીન અને રસ્તાઓને જોવામાં આવ્યા છે જે વાયરસને બોડીની અંદર ખુદને વધારવા માટે ઉપયોગ કરાય છે. તેમાં પ્રોટીનનો રોલ ખૂબ અગત્યનો મનાય છે. તેનું એક રૂપ વાયરસને વધારવા તો બીજું વાયરસને લડવામાં મદદ કરે છે. સ્ટડીના મતે ACE2 રિસેપ્ટર અને Cathepsin L પ્રોટીન ઇન્ફેકશનને ફેલાવામાં મદદ કરે છે. તો હિસ્ટોન પ્રોટીન તેને વધતા રોકવાની કોશિષ કરે છે. આ અભ્યાસ યેલ સ્કૂલ ઓફ મેડિસિન, બોર્ડ ઇન્સ્ટિટ્યૂટ અને MIT અને હાવર્ડ યુનિવર્સિટીએ મળીને કર્યો છે.