કોરોના વાયરસ નાબૂદ થશે ત્યારે, લોકોની જીવનશૈલીમાં કયા ફેરફાર થશે?

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોરોના વાયરસ જયારે સંપૂર્ણ રીતે દુનિયામાંથી વિદાય લેશે ત્યારે લોકોની તથા દુનિયાની જીવનશૈલીમાં ખુબ જ ફેરફાર આવ્યો હશે. અત્યાર સુધીનું વર્ક કલ્ચર અને ભવિષ્યમાં વર્ક કલ્ચર ખુબ જ બદલાઈ જશે.

કોરોના વાયરસ દુનિયામાં પ્રથમ કેસ આવ્યાના લગભગ આઠ કે નવ મહિના જેટલો સમય વિતી ગયો છે. પરંતુ હજી પણ કોરોના વાયરસ બ્રેક લેવાનું નામ નથી લઈ રહ્યો.

કોરોના વાયરસે કેટલાય લોકોની જીંદગી પર માઠી અસર પહોંચાડી છે. મહિનાઓથી ઉદ્યોગો તથા ધંધાઓ બંધ પડ્યા છે. ઘણાં લોકો બેરોજગાર થઈ ગયા છે. લાખો લોકોએ નોકરીઓ ગુમાવી છે.

આવનાર સમયમાં લોકોની જીવનશૈલીમાં ખુબ જ ફેરફાર આવી જશે. લોકો અત્યારે મોટાભાગનું કાર્ય વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. જે આવનારા સમયમાં પણ એક પ્રકારનું વર્ક કલ્ચર બની જશે. જે અત્યાર સુધીમાં ફ્રીલાંસીગ તરીકે ઓળખાતું હતું.

વિશ્વમાં લોકો પર ભયંકર ગરીબી આવે તેવી પણ સંભાવના રહે છે. કારણ કે આ પ્રકારની મહામારી દેશને ખુબ જ નુકસાન પહોંચાડે છે. દેશની ઈકોનોમિક પર પણ માઠી અસર પહોંચાડે છે.

કોરોના વાયરસ વિશ્વના કેટલાય દેશોને પાયમાલ કરી નાખશે. કારણ કે આ પ્રકારની મહામારી માનવ અને ધન એમ બંને પ્રકારનું નુકસાન પહોંચાડે છે.

કોરોના વાયરસ આવનાર સમયમાં ખુબ જ બદલેલી દુનિયાનું ચિત્ર આપણી સામે લાવશે. અત્યારે જે રીતે ઓનલાઇન શિક્ષણ પધ્ધતિ અમલમાં મુકવામાં આવી છે. એ રીતે પછીના સમયમાં આ પધ્ધતિ ઘણા બધા કોર્સમાં આવી જશે. અને ડીજીટલ દુનિયાનો વિકાસ થશે.

ભારતમાં ભવિષ્યમાં ડીજીટલ દુનિયા પર એક અલગ જ વિકાસ થવાનો છે. જેથી એ ક્ષેત્રે નોકરી તથા ધંધાઓની તકો મળી રહેશે.

આજે સમગ્ર વિશ્વમાં જેટલી ટેકનોલોજી છે. તેના કરતાં પણ વધારે ટેકનોલોજી વિકસિત થશે. અને મોટાભાગના કામ તથા ઉદ્યોગ ટેકનોલોજી પર ખાસ ભાર આપશે.  વિશ્વ ડિજીટલ અને ટેકનોલોજીથી એક નાનાં વર્તુળોમાં આવી જશે. જેથી કોઈ પણ દેશ પાસે નોકરી તથા ધંધાઓની તકો વધી જશે.

ઓફ લાઈન માર્કેટ કરતા પણ ઓનલાઇન દુનિયામાં વધુ વિશ્વાસપાત્ર અને સરળ તથા સસ્તું બનશે. જેથી ઓફ લાઈન સેકટરમાં ખુબ જ મોટા પાયે નુકસાન ભોગવવું પડે.