કઈ ભૂલને કારણે આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે ?

India
  • વિક્રમ વકીલ 

આપણે ત્યાં ‘પ્રાઇવેટ કોર્પોરેટ’  શબ્દ અછુત ગણાય છે. ખાનગી જાયન્ટ કંપની, જાણે ચોર – ડાકુ હોય એવી રીતે ટ્રીટ કરવામાં આવે છે. સમાજવાદી સમાજ રચનાએ દેશની ઇકોનોમીનું સત્યાનાશ કર્યું છે. આપણે પૈસાદારોને ગરીબ નથી બનાવવાનાં, ગરીબોને પૈસાદાર બનાવવાનાં છે. કોર્પોરેટ કંપનીઓ નફો કરે તો એને ‘પાપ’ ગણવામાં આવે છે. આજ કોર્પોરેટ કંપનીઓ પાસેથી એન.જી.ઓ. દાન મેળવે છે. તો પછી આ બધી એન.જી.ઓ. પણ પાપી થઈ કે નહીં ?

દેશમાં પૈસાદારો વધશે, પૈસાનો ફલો વધશે તો જ અર્થતંત્ર સુધરશે. નોટબંદી અને કોરોનાને કારણે માર્કેટમાંથી પૈસાનું સરક્યૂલેશન સાવ તળીયે ગયું છે. અર્થતંત્ર સુધારવાનો એક જ દેશી ઊપાય છે. ગરીબોને ધનીક કરો અને ધનીકોને વધુ ધનીક. જેમને કામ કરવું છે એમના પર કોઈ નિયમો લાદો નહીં. કામ કરવા માંગતી વ્યક્તિ, લારી-ગલ્લા ચલાવતી શા માટે ન હોય, એને પ્રોત્સાહિત કરો. શનિ-રવિ મેગાસ્ટોરો અને ખાણીપીણીની લારી બંધ રાખવામાં આવે છે એ ખરેખર તો દેશહીતની વિરૂદ્ધ છે. દેશનું અને લોકોનું હીત એમાં જ છે કે લોકો સતત કામ કરવામાં વ્યસ્ત રહે, કમાણીના વિવિધ રસ્તાઓ શોધે. જો આમ નહીં થશે તો આર્થિક તકલીફોને કારણે થઈ રહેલી આત્મહત્યાઓમાં ભયજનક રીતે વધારો થવાનો છે એ નહીં ભૂલતા !