બોલિવૂડના જાણીતા એક્શન ડાયરેક્ટર પરવેઝ ખાનનું હાર્ટ એટેકથી નિધન થયું છે

Entertainment
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

બોલિવૂડના જાણીતા એક્શન ડાયરેક્ટર પરવેઝ ખાનનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. 55 વર્ષના પરવેઝ ખાનને હ્દયમાં દુખવો થતાં તેમનો હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. જો કે, જ્યાં તેમને બચાવી શક્યા નહોતા.

આ દુખદ ઘટના બાદ નિર્દેશક હંસલ મહેતાએ પણ શોકની લાગણી વ્યક્ત કરી છે. હંસલ મહેતાએ ટ્વીટ કરી લખ્યુ હતું કે, હાલમાં ખબર પડી કે, એક્શન ડાયરેક્ટર પરવેઝ ખાન હવે આ દુનિયામાં નથી રહ્યા. અમે શાહિદ ફિલ્મમાં એક સાથે કામ કર્યુ હતું. જ્યાં તેમણે રમખાણોના સીન સિંગલ ટેકમાં કર્યા હતા. અતિ ટેલેન્ટેડ, ઉર્જાવાનથી ભરેલા અને ઉમદા માણસ હતા. તમારા આત્માને શાંતિ આપે. તમારી અવાજ હજૂ પણ મારા કાનમાં ગૂંજી રહી છે.