ઇન્સ્ટા પોસ્ટથી કરોડોની કમાણી કરનાર વિરાટ વિશ્વનો એકમાત્ર ક્રિકેટર છે : કોહલી 26 મા સ્થાને, પ્રિયંકા ચોપરા 28 મા સ્થાને

Sports
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ 2020ની યાદી જાહેર કરાઈ છે, જેમાં 100 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં ભારતમાંથી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને ક્રિકેટર વિરાટ કોહલીએ જગ્યા બનાવી છે. યાદીમાં ઇન્સ્ટાગ્રામ પર સુપ્રસિદ્ધ સેલિબ્રિટીઝનાં ફોલોઅર્સ અને તેમનાં દ્વારા એક પોસ્ટથી થતી કમાણી વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ટોપ 10 સેલિબ્રિટીઝમાં કોઇ પણ ભારતીય સ્ટાર નથી અનુષ્કા શર્માનો પતિ વિરાટ કોહલીએ તેમાં 26મુ સ્થાન હાંસલ કર્યું છે.

રાટ કોહલીએ આ યાદીમાં પ્રિયંકા ચોપરાને પછાડીને 26મુ સ્થાન હાંસલ કર્યું છે. પ્રિયંકા 28માં નંબર પર છે. વિરાટનાં ફોલોઅર્સની જો વાત કરીએ તો 66.2 મિલિયન ફોલોઅર્સ સાથે વિરાટ કોહલી 26મા નંબર પર છે. વિરાટ પોતાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 2.2 કરોડ રૂપિયા લે છે. જો કે પ્રિયંકા ચોપરા અને વિરાટ કોહલીની કમાણીમાં વધારે અંતર નથી.

ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ 2020માં પ્રથમ નંબર પર હોલીવુડ એકત્ર ડ્વેન જોહ્નસન છે તો બીજા નંબર પર કાઇલી જેનર આવે છે. ટોપ 10 યાદીમાં બિયોન્સે, સેલિના ગોમેઝ, કિમ કર્દશિયાન, જસ્ટિન બીબર, ટેલર સ્વિફ્ટ અને ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવાં નામ શામેલ છે.

વિરાટ કોહલીની જો વાત કરીએ તો તેઓ હાલમાં પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે સમય વિતાવી રહેલ છે. બીજી બાજુ અનુષ્કા શર્મા પોતાનાં પ્રોડક્શન હાઉસમાં બનનારી વેબ સીરીઝ અને ફિલ્મોમાં ભારે ધૂમ મચાવી રહી છે. તાજેતરમાં જ અનુષ્કાની નેટફ્લિક્સ ફિલ્મ બુલબુલ રિલીઝ થઇ હતી. આ ફિલ્મને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. ક્રિકેટરની દુનિયાની જો વાત કરીએ તો આ વર્ષે યોજાનાર IPL ને BCCI એ રદ કરી દીધેલ છે.