વરુણ ધવને પહેલા શેડ્યૂલનું શૂટિંગ પૂરું કર્યું

Entertainment
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

વરૂણ ધવનની બહુચર્ચીત ફિલ્મ કૂલી નંબર વન થિએટરને બદલે ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ ચુકી છે. દર્શકો તરફથી આ ફિલ્મને પસંદ પણ કરવામાં આવી છે તો નકારી કાઢવામાં પણ આવી છે. આમ છતાં વરૂણ અને સારાની જોડીને લોકોએ પસંદ કરી છે. વરૂણ હવે અન્ય ફિલ્મ જૂગ જૂગ જીયો કરી રહ્યો છે. વચ્ચે તે કોરોનાથી સંક્રમિત થતાં રજા પર ગયો હતો અને ફિલ્મનું શુટીંગ અટકયું હતું. પણ સાજા થઇ તે ફરી શુટીંગમાં જોડાયો છે અને પેહલા શેડ્યુલનું પોતાનું શુટીંગ પુરૂ કરી લીધું છે. તેણે સોશિયલ મિડીયા પર આ અંગેની જાણકારી આપી હતી. નિર્માતા અને કલાકારોની ટીમ ખુબ ઝડપથી ફિલ્મનું કામ પુરૂ કરવા પ્રયાસ કરી રહ્યા છે. ફિલ્મમાં નિતૂ કપુર વરૂણની માતાના રોલમાં છે. કિયારા અડવાણી, અનિલ કપૂર અને પ્રાજકતા કોલી પણ ખાસ ભુમિકામાં છે.