કોરોના-અસરગ્રસ્ત બાળકો માટેનો અનન્ય આરોગ્ય વિભાગનો પ્રયોગ: બાળકોને ઇન્ડોર ગેમ સાધનો મળ્યાં, ઘર જેવું વાતાવરણ

Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

દેશમાં કોરોનાના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે. આ વાયરસને કેવી રીતે કાબુમાં લેવો એ મામલે WHO પણ ચિંતિત છે.હવે તો ઉંમર લાયક અને જુવાન વ્યક્તિઓની સાથે કોરોના સંક્રમણમાં નાના બાળકોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.વાત કરીએ નર્મદા જિલ્લાની તો કેવડિયા કોરોનાનું હોટ સ્પોટ બન્યું છે.

કેવડિયા SRP જવાનોની ગૃપ 18ની એક ટુકડી સુરત ખાતે કોરોનાની ફરજ પર ગઈ હતી. એ ટુકડી ફરજ પતાવી કેવડિયા પરત આવી એ બાદ એક પછી એક 52 જેટલા SRP જવાનો અને એમની સાથે એમનું પરિવાર પણ કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચ્યો છે.

હાલ રાજપીપળા કોવિડ:19 હોસ્પિટલમાં 52 જેટલા SRP જવાનો અને એમના પરિવારના સભ્યો કોરોનાની સારવાર લઈ રહ્યા છે.એમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે.નર્મદા આરોગ્ય વિભાગે એ બાળકોને ઇન્ડોર ગેમ્સ જેવીકે સાપ સીડી, લુડો, પત્તા કેટ, બ્રેઇન વિટા, એરો ગેમ, નવો વેપાર જેવી નાની મોટી ગેમ્સ આપવામાં આવી છે.