ટીવી એન્કર પ્રિયા જુનેજાએ આત્મહત્યા કરી

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

એક ટીવી ચેનલમાં કામ કરનારી એન્કર પ્રિયા જુનેજાએ આત્મહત્યા કરી લીધી છે. રિપોર્ટ્સ મુજબ, હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે પ્રિયાએ આ પગલું કેમ ભર્યું છે. પ્રિયાને ઓળખતા કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની ભાવનાઓ વ્યકત કરી છે. એક વ્યકિતએ લખ્યું છે કે, આવું કોઈપણ પગલું ભરતા પહેલા મિત્રો અને સગા-સંબંધી જોડે વાત કરવાની હતી.

પ્રિયા ન્યૂઝ એન્કરની સાથે એક સારી મોડલ પણ હતી. પ્રિયાના મોતના કારણો અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ પ્રિયાના આત્મહત્યાના સામચારને કારણે મીડિયા ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે.