ટ્રમ્પનું એકાઉન્ટ ફેસબુકે 24 કલાક તો ટવીટરે 12 કલાક માટે બ્લોક કર્યુ
- (હમલોગ.ન્યૂઝ દ્વારા)
અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીના પરિણામોને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે. હાલના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઇડનથી પોતાની હાર માનવા તૈયાર નથી. તેઓ ચૂંટણીમાં સતત ગેરરીતિનો આરોપ લગાવી રહ્યા છે અને ઇલેકટોરલ પ્રોસેસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન ટ્રમ્પની હરકતોથી કંટાળીને માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટરએ તેમનું એકાઉન્ટ ૧૨ કલાક માટે સસ્પેન્ડ કરી દીધું છે. ટ્વીટરે ચેતવણી આપી કે જો ટ્રમ્પે ચૂંટણીને લઈને ઉશ્કેરીજનક વાતો કરવાનું ચાલુ રાખ્યું તો તેમનું એકાઉન્ટ હંમેશા માટે બ્લોક કરી દેવામાં આવશે.
બીજી તરફ, ફેસબુકે પણ પોસ્ટ કર્યું છે કે તેઓ બે પોલિસી ઉલ્લંઘન થવાના કારણે ટ્રમ્પના પેજ પર પોસ્ટિંગ ૨૪ કલાક માટે પ્રતિબંધિત કરે છે.
નોંધનીય છે કે, ટ્રમ્પના હાર સ્વીકારવાના ઇન્કાર બાદ તેમના સમર્થકોની ભીડે યૂએસ કેપિટલ હિલ બિલ્ડિંગની બહાર હંગામો કર્યો. રાષ્ટ્રપ્રમુખ પદ માટે ચૂંટાયેલા જો બાઇડને પણ આ દ્યટનાને લઈ પ્રતિક્રિયા આપી છે. બાઇડને ટ્વીટ કર્યું કે, હું રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આહવાન કરું છું કે તેઓ પોતાની શપથ પૂરી કરે અને બંધારણની રક્ષા કરે અને આ ઘેરાબંધીને સમાપ્ત કરવાની માંગ કરે. વધુ એક ટ્વીટમાં બાઇડને કહ્યું કે, હું સ્પષ્ટ કરું છું કે કેપિટલ બિલ્ડિંગ પર જે હોબાળો આપણે જોયો, પણ અમે એવા નથી. આ કાયદો ન માનનારા અતિવાદીઓની નાની સંખ્યા છે. આ રાજદ્રોહ છે.
ટ્વીટર બાદ ફેસબુકે અમેરિકાના રાષ્ટ્રપ્રમુદ ડોનાલ્ડ ટ્રમ્પનો એક વીડિયો હટાવી દીધો છે. યૂએસ કેપિટલ હિલમાં થયેલી હિંસા દરમિયાન ટ્રમ્પે પોતાના સમર્થકોને સંબોધિત કર્યા હતા. ફેસબુકના વાઇસ પ્રેસિડન્ટ ઓફ ઇન્ટેગ્રિટી, ગાય રોસેને કહ્યું કે, અમે ટ્રમ્પના વીડિયોને હટાવી દીધો છે, કારણ કે અમારું માનવું છે કે આ વીડિયો ચાલી રહેલી હિંસાના જોખમને ઓછું કરવાને બદલે પ્રોત્સાહન આપી રહ્યો હતો.
આ દરમિયાન ટ્રમ્પે પોતાના સમર્થકોને શાંતિની અપીલ કરી છે. બીજી તરફ હોબાળાને જોતાં નેશનલ ગાર્ડને રવાના કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરીએ ટ્વીટ કરીને કહ્યું કે ટ્રમ્પના નિર્દેશ પર નેશનલ ગાર્ડ અને બીજા કેન્દ્રીય સુરક્ષા દળના જવાનોને રવાના કરી દેવામાં આવ્યા છે. અમે હિંસાની વિરુદ્ઘ અને શાંતિ સ્થાપવા માટે રાષ્ટ્રપ્રમુખની અપીલનું પુનરાવર્તન કરીએ છીએ.
આ હંગામો ટ્રમ્પના ભાષણ બાદ શરુ થયો. બાઇડનની જીત પર સંસદના ફાઇનલ નિર્ણયથી ડરેલા ટ્રમ્પે પહેલા જ વોશિંગટનમાં એક મોટી રેલી યોજી હતી. આ રેલીમાં આવેલા સમર્થકો ટ્રમ્પના ભાષણ બાદ ભડકી ગયા. ટ્રમ્પે સીધું-સીધું કહી દીધું કે અમેરિકાની ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે અને બાઇડનના વોટ કોમ્યૂનિટરથી આવ્યા છે.
ટ્રમ્પે એ માનવાનો ઇન્કાર કરી દીધો કે બાઇડનને ૮ કરોડ વોટ મળ્યા છે. બીજી તરફ ટ્રમ્પ ભાષણ કરી રહ્યા હતા તો બીજી તરફ ટ્રમ્પ-ટ્રમ્પના નારા લાગી રહ્યા હતા. આ દરમિયાન ટ્રમ્પ સમર્થક સંસદની અંદર દ્યૂસી ગયા. જોકે ભીડને જોયા બાદ ટ્રમ્પે પોતાના સમર્થકોને શાંતિ કાયમ રાખવાની અપીલ કરી, પરંતુ ટ્રમ્પની અપીલ માત્ર નામની હતી.