કાલે ક્ષુદ્રગ્રહ પૃથ્વી અને ચંદ્રની વચ્ચેથી પસાર થશે

Science/Tech
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

આવતીકાલે એટલે કે 1 સપ્ટેમ્બરે 20-40 મીટર પહોળો ક્ષુદ્રગ્રહ 2011 ES4 ધરતીની પાસેથી પસાર થશે. તેની દૂરી પૃથ્વીથી 1.2 લાખ કિમીની રખાઈ છે. તે ધરતી અને ચંદ્રની વચ્ચે રહેશે. પરંતુ તેના ધરતી સાથે અથડાવવાની શક્યતા નહીવત છે.

નાસાના આધારે આ ક્ષુદ્રગ્રહની સાપેક્ષ ગતિ 8.16 કિલોમીટર પ્રતિ સેકંડ છે. આવનારા એેક દસકા સુધી પૃથ્વીની પાસેથી પસાર થનારા ક્ષુદ્રગ્રહમાંથી આ સૌથી પાસેથી પસાર થશે.

વર્ષ 2011માં આ ક્ષુદ્રગ્રહની શોધ શરૂ થઈ હતી. આ સમયે વૈજ્ઞાનિકો ફક્ત તેની પર ચાર દિવસ નજર રાખી શક્યા હતા. તે પોતાનું એક ચક્કર પૂરું કરવામાં 1.14 વર્ષનો સમય લગાવે છે. ધરતીની સાથે તેની કક્ષા ફક્ત 9 વર્ષમાં એક વાર તેને આપણી નજીક લાવે છે. તેનો માર્ગ ઘણો અલગ છે અને તેનાથી પૃથ્વી કે તેની સાથે જોડાયેલા કોઈ આર્ટિફિશ્યિલ સેટેલાઉટને ખતરો નથી. નાસાના જેટ લેબોરેટરીના આંકડા અનુસાર તે ક્ષુદ્રગ્રહ 1987થી 8 વાર પૃથ્વીની નજીકથી પસાર થયો છે. આ વખતે અત્યારસુધીમાં સૌથી પાસેથી પસાર થશે.

આ પહેલા 2011માં 13 માર્ચે પૃથ્વીની સૌથી નજીકથી પસાર થઈ રહ્યો છે. આ સમયે તે પૃથ્વીથી 4,268,643 કિલોમીટર દૂરથી પસાર થઈ રહ્યો છે. આ સમયે તે ફક્ત 29378 કિલોમીટરની નજીકથી પસાર થશે. અધિકૃત રીતે આ ક્ષુદ્રગ્રહનું નામ 2011ઈએસ3 છે. ઉલ્લેખનીય છે કે આ ફક્ત 2032 ડીબીના નામનો ક્ષુદ્રગ્રહ આ રીતે પૃથ્વીની પાસે વર્ષ 2032માં પસાર થશે.