આજે નાણામંત્રી રાહત પેકેજની જાહેરાત કરશે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

માંદગીના ખાટલે પડેલી અર્થવ્યવસ્થાને ફરી દોડતી કરવા માટે સરકાર ૨૦ અબજ ડોલરના નવા પ્રોત્સાહન પેકેજ પર કામ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે બપોરે ૧૨.૩૦ કલાકેે તેની જાહેરાત થવાની શકયતા છે. જેમાં નોકરીયાતો અને વેપારીઓ માટે રાહતો હશે તેવું જાણવા મળે છે.

પીએમ મોદી, નાણામંત્રી સિતારામન અને ઉચ્ચ અધિકારીઓ આ પેકેજને અંતિમ ઓપ આપી રહ્યા છે. આ પેકેજનો હેતુ દબાણમા રહેલા સેકટરોને રાહત આપવાનો છે. સાથોસાથ તેમા રોજગારી વધારવા પર પણ ભાર મુકાશે. અત્યાર સુધીમાં સરકારે અનેક પેકેજો જાહેર કર્યા છે. જેનો હેતુ નાના વેપારીઓને રોકડ અને કોલેટ્રલ ફ્રી ક્રેડીટ ઉપલબ્ધ કરાવવાનો હતો.

ભારતના જીડીપીમાં એપ્રિલથી જૂનના ગાળામાં ૨૩.૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો અને આ વર્ષમાં તેમા ૧૦ ટકાના ઘટાડાની આશંકા છે.