પાણી માગતી ખિસકોલીને જોઈ છે?

Ajab Gajab
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

 

સોશ્યલ મીડિયા પર એક માણસના હાથમાં પાણીની બોટલ જોઈને બે પગે ઊભી થઈને પીવાનું પાણી માગતી ખિસકોલીનો વિડિયો સોશ્યલ મીડિયા પર ફરી રહ્યો છે. એ લોકપ્રિય વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ કરાયા પછી એના ૩ લાખથી વધારે વ્યુઝ, ૧૫,૦૦૦થી વધારે વ્યુઝ, ૩૦૦૦થી વધારે રીટ્વીટ્સ તથા હજારો કમેન્ટ્સ નોંધાયાં છે.

વિડિયોમાં તરસી ખિસકોલીએ રસ્તે ચાલતા એક માણસના હાથમાં પાણીની બોટલ જોતાં એ ઊભી થઈને પાણી માગવા માંડી અને બોટલનું ઢાંકણું ખોલીને એના મોઢા પાસે ધર્યુ ત્યારે એ ગટક-ગટક પાણી પીવા માંડી એ ઘટનાએ અનેક લોકોને ભાવવિભોર કર્યા છે.