કોંગ્રેસમાં હજી પણ બળવાનો જ્વાળામુખી ભભૂકી રહ્યો છે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોંગ્રેસ કારોબારીની ગઇકાલે મળેલી બેઠકમાં ઉભું થયેલું વાવાઝોડુ શું શાંત થઇ ગયું છે. સોનિયા ગાંધી પર લેટર બોમ્બ ફોડનારા જી-૨૩ના નેતાઓ શું હવે ચૂપ બેસી રહેશે. કોંગ્રેસ કારોબારીની હંગામીદાર બેઠક બાદ સોનિયા ફરીથી પક્ષના અધ્યક્ષ ચૂંટાઇ તો ગયા પરંતુ કોંગ્રેસની અંદર બગાવતનો જ્વાળામુખી સળગતો દેખાઇ રહયો છે. સોનિયા ગાંધીને નવા અધ્યક્ષ પસંદ કર્યા બાદ નવા અધ્યક્ષની ચૂંટણી માટે પત્ર લખનારા કોંગ્રેસના ૨૩ વરિષ્ઠ નેતાઓની બેઠક કયાં કયાં આ ઇશારો કરી રહી છે.

સોનિયાને વચગાળાના પ્રમુખ બનાવાયા બાદ કપિલ સિબ્બલ, શશી થરૂર સહિત કેટલાક વરિષ્ઠ નેતાઓએ ગઇકાલે રાત્રે ગુલાબ નબી આઝાદના નિવાસે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં મુકલ વાસનીક અને મનિષ તિવારી સાથે સાથે પત્ર પર સહિત કરનારા બીજા કેટલાક અન્ય નેતાઓ પણ સામેલ થયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં કારોબારી બાદની સ્થિતિ ઉપર ચર્ચા થઇ હતી. અત્રે નોંધનિય છે કે ગઇકાલે ૭ કલાક ચાલેલી બેઠકમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના હાથ મજબૂત કરવા માટે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

જે નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો તેમના પર સોનિયાના વિશ્વાસુ ગણાતા અહેમદ પટેલે પ્રહાર કર્યો છે. પત્ર મામલે તેઓ અત્યંત નારાજ છે. જે રીતે સોનિયાને ફરીથી વચગાળાના પ્રમુખ બનાવાયા તેનાથી પક્ષમાં તેમની સ્થિતિ વધુ મજબૂત થઇને ઉભરી છે તો વિરોધ કરનારા નેતાઓ માટે પક્ષમાં મુશ્કેલી વધવાના સંકેતો છે.

સોનિયાને પત્ર લખનારા નેતાઓ પર રાહુલ ગાંધી ઉપરાંત તેમની બહેન પ્રિયંકા પર પણ પ્રહાર કરવામાં આવ્યા હતા. પક્ષની બેઠકમાં ગઇકાલે અધ્યક્ષ પક્ષના એજન્ડા પર ચર્ચા થઇ હતી. જો કે ૨૩ નેતાઓના પત્ર બાદ પક્ષના વિવિધ ક્ષેત્રથી સોનિયાને જે સમર્થન મળી રહ્યું છે તેનાથી પક્ષમાં ગાંધી પરિવારની સ્થિતિ વધુ મજબૂત થઇ છે. શરૂઆતમાં એવું કહેવાતુ હતું કે સોનિયા ગાંધીની જગ્યાએ કોઇ ત્રીજાને વચગાળાના પ્રમુખ બનાવાશે પરંતુ બેઠકમાં સોનિયા ગાંધીના નામ પર જ મંજૂરીની મોહર લાગી હતી.

જી-૨૩ નેતાઓમાં ગુલામ નબી, સિબ્બલ, શશી થરૂર, મનીષ તિવારી, આનંદ શર્મા, પી.જે.કુરીયન, રેણુકા ચૌધરી, મિંલિંદ દેવરા, મુકુલ વાસનીક, જીતીન પ્રસાદ, ભૂપેન્દ્રસિંહ હુડા, રાજિંદર કોલ ભટલ, વિરપ્પા મોઇલી, પૃથ્વીરાજ ચૌવ્હાણ, અજયસિંહ, રાજબ્બર, અરવિંદસિંહ લવલી વગેરેનો સમાવેશ થાય છે.