સંક્રમિત વ્યક્તિ દ્વારા મુલાકાત લેવાયેલ સ્થળ 48 કલાક માટે બંધ રહેશે : સુરત મહાનગરપાલિકાએ નવા નિયમો બનાવ્યા

Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

સુરતમાં કોરોનાના કેસવધારો થઇ રહ્યો છે,ત્યારે મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય લેવાયો છે ,હવેથી કોરોના પોઝિટિવ વ્યક્તિએ મુલાકાત લીધી હશે તે સ્થળ 48 કલાક માટે બંધ કરાશે.તે સ્થળ ડિસઇન્ફેક્શન કરવામાં આવશે. એક કરતાં વધુ પોઝિટિવ કેસવાળી ઓફિસોને પણ 48 કલાક માટે બંધ કરવામાં આવશે.

સુરત શહેરમાં વધતા કોરોના પોઝિટિવ દર્દીઓ મામલે એસએમસીનું તંત્ર વધુ સતર્ક બન્યું છે અને સુપર સ્પ્રેડર્સની  શોધખોળ વધુ ઝડપી ગતિથી કરવામાં આવી છે. જેમાં માત્ર 5 દિવસમાં 43 સુપર સ્પ્રેડર્સને શોધી કઢાયા છે. સુપર સ્પ્રેડર્સને શોધવા માટે મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું છે અને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સુપર સ્પ્રેડર ટેસ્ટિંગ અભિયાન અંતર્ગત દૂધ વિક્રેતા અને ડેરીમાં ટેસ્ટિંગ હાથ ધરાયું હતું. અલગ અલગ 8 ઝોનમાં ડેરીના માલિક અને કર્મચારીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.