માતાએ ભૂલથી બાળકના ચહેરા એવી ક્રીમ લગાવી કે જેનાથી તેનો ચહેરો ફૂલીને દડા જેવો થઈ ગયો

international
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

સામાન્યરીતે તંદુરસ્ત બાળકો ગોળમટોળ જોવા મળે છે. આ કારણે આવા નાનકડા બાળકો ખૂબ જ કયુટ દેખાતા હોય છે. પણ, જયારે આ નાનકડા બાળકનો ફોટો લોકોએ જોયો ત્યારે તેઓ ચોંકી ગયા. કારણકે આ બાળકનો ચહેરો જરૂર કરતા વધારે ફૂલેલો દેખાઈ રહ્યો છે. આ ઘટના ચીનના એક શહેરની છે કે જયાં એક માતાએ પોતાના ૫ મહિનાના બાળકના ચહેરા પર એવી ક્રીમ લગાવી કે તેનો ચહેરો ફૂલીને દડા જેવો થઈ ગયો. તેના ચહેરા પર વાળ પણ ઉગી નીકળ્યા!

એક ઈન્ટરનેશનલ વેબસાઈટના રિપોર્ટ મુજબ, બાળકની ‘ડ્રાય સ્કિન’ને જોતા તેની માતા આ ક્રીમ લગાવી રહી હતી, તે લગાવ્યા પછી થોડા સમયમાં તો બાળકનો ચહેરો ફૂલી ગયો. તેઓ આ બાળકને હોસ્પિટલ લઈ ગયા. જયાં આ બાળકના માતા-પિતાને પૂછવામાં આવ્યું કે તેઓ બાળકને કયું ક્રીમ-સાબુ લગાવે છે? ત્યારે આ બાળકના માતા-પિતાએ તે ક્રીમ વિશે જણાવ્યું જે તેઓ બાળકના ચહેરા પર ૨ મહિનાથી લગાવી રહ્યા હતા.

આ ક્રીમની તપાસ કરતા જ ડોકટર્સ ચોંકી ઉઠ્યા હતા. કારણકે તે એક ‘સ્ટોરોઇડ ક્રીમ’ હતી. ડોકટરે જણાવ્યું કે આ ક્રીમમાં સ્ટેરોઈડ હતું જે મોટા લોકો લગાવે છે. મોટી ઉંમરના લોકોને પણ આ ક્રીમનો ઓછા માત્રામાં ઉપયોગ કરવાનું જણાવવામાં આવે છે. તેવામાં આ માતા-પિતાએ તેમના બાળકના ચહેરા પર આ ક્રીમ દરરોજ લગાવતા તેનો ચહેરો ફૂલી ગયો. ડોકટર્સે આ બાળકના માતા-પિતાને જણાવ્યું કે તેઓ બાળક માટે આ ક્રીમનો ઉપયોગ બંધ કરે નહીં તો તેની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.