વાંદરા મહિલાના અંતિમ દર્શન કરવા પહોંચ્યા : મૃતદેહ પાસે બેસી કલાકો સુધી શોક વ્યક્ત કરતા હતા

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ઉત્ત્।ર દેશના તિપગઢમાં અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં વાંદરાઓનું  એક ટોળું મહિલાઓના અંતિમ દર્શન કરવા માટે ઉમટી પડ્યું હતું. મહિલાની લાશ પાસે બેસીને વાંદરાઓ માતમ  કરવા લાગ્યા હતા.

આ ઘટના તાપગઢના બેલહા ગામનો છે. અહીં ૭૦ વર્ષીય શિવપતિ દેવીનું મોત થયું હતું. ગામના સગા સંબંધીઓ મહિલાના અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. પરિવારજનો રડી રહ્યા હતા. આ દરમિયાન ૮થી ૧૦ લંગૂર અને વાંદરાઓનું એક ટોળું ત્યાં આવી પહોંચ્યું હતું. વાંદરાઓ વૃદ્ઘ મહિલાઓની ચારે તરફ ખાસો સમયે બેઠા રહ્યા હતા.

માનવામાં આવી રહ્યું હતું કે ૨ કલાક સુધી માણસોની સાથે વાંદરાઓએ પણ માતમ માનાવ્યો હતો. આ ઘટનાને ગામના લોકો દૈવીય ચમત્કાર ગણાવતા વાંદરોને દુકાનમાંથી માંગીને બિસ્કિટ પણ ખવડાવ્યા હતા. ત્યારબાદ એક કલાક પછી વાંદરાઓનું ટોળું ત્યાંથી પાછું જતું રહ્યું હતું.

પ્રતાપગઢમાં શિવપતિ દેવીનું મોત થયા બાદ વાંદરાઓના માતમાના કિસ્સો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો. જયારે ગામ લોકો આ ઘટનાને ભગવાનના આશિર્વાદ સાથે જોડી રહ્યા હતા.  માનવામાં આવી રહ્યું છે કે મૃતક શિવપતિ દેવી બેલ્હા ગામમમાં ભકતના નામથી ચર્ચીત હતી. તે પૂજા-પાઠ તિ જબરદસ્ત આસ્થા રાખતી હતી. આના પગલે ચર્ચા છે કે ભગવાન ખુદ વાંદરાઓના ટોળાના રૂપમાં મહિલાના અંતિમ દર્શન કરવા માટે આવ્યા હતા. મહિલાના મોત બાદ ગામમાં ચર્ચાઓનું બજાર ગરમ છે.