કોરોના રસીનો ટ્રાયલ ડોઝ લેનારા મંત્રીની હાલત ગંભીર

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

૨૦ નવેમ્બરના રોજ હરિયાણાના સ્વાસ્થ્ય પ્રધાન અનિલ વિજે કોરોનાની રસી ‘કોવાકિસન’ ની પ્રથમ માત્રા લીધી હતી. ૫ ડિસેમ્બરે તેમણે ટ્વીટ કર્યું હતું કે તે રસી લીધા પછી પણ કોરોના પોઝિટિવ બની ગયા છે. અને આ પછી, આરોગ્ય મંત્રાલયે પણ આ મામલે સ્પષ્ટતા કરવી પડી હતી.

કોરોના ચેપ લાગવાના કારણે હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજની તબિયત હાલમાં લથડી છે. તેમને પીજીઆઈ રોહતકથી ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ અગાઉ તેમને અંબાલા હોસ્પિટલમાંથી પીજીઆઈ રોહતક રિફર કરાયા હતા. એક માહિતી પ્રમાણે અનિલ વિજના ફેફસામાં ઇન્ફેકશન થયું છે.

મહત્વનું છે કે ૨૦ નવેમ્બરના રોજ અનિલ વિજ એ કોરોનાની રસી ‘કોવાકિસન’નો પહેલો ડોઝ લીધો હતો. જેના પછી કોવિડ પોજીટીવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે અનિલ વિજ ને ભારત બાયોટેક અને ત્ઘ્પ્ય્ દ્વારા વિકસિત ‘કોવાકિસન’નો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.

પાછળથી અનિલ વિજે પોતે કહ્યું કે ડોકટરોએ તેમને પહેલેથી જ કહ્યું હતું કે કોરોના રસી બીજી માત્રા લીધા પછી ૧૪ દિવસ પછી કામ કરવાનું શરૂ કરે છે. રસીનો બીજો ડોઝ પ્રથમ ડોઝના ૨૮ દિવસ પછી લાગુ પડે છે. ૧૪ દિવસ પછી, શરીરમાં એન્ટિબોડીઝ વિકસિત થાય છે. તો જ તમે કોરોનાથી રક્ષણ મેળવી શકો છો. એટલે કે, આ સંપૂર્ણ પ્રક્રિયામાં ૪૨ થી ૪૫ દિવસનો સમય લાગે છે. વચમાં રસીથી કોઈ રક્ષણ મળતું નથી.

કોરોના સંક્રમિત થયા બાદ હરિયાણાના મંત્રી વિજને પહેલા પીજીઆઈ રોહતકમાં દાખલ કરવામાં આવ્યા હતા અને જેના પછી તેમને મેદાંતા ગુરુગ્રામમાં રિફર કરાયા હતા. અનિલ વિજને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR ના સહયોગથી ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવતી કોવિડ-૧૯ સામે સ્વદેશી સંભવિત રસી ‘કોવાકિસન’ માટે કિલનિકલ ટ્રાયલ તબક્કા ૨ માં પ્રથમ સ્વયંસેવક બનવાની ઓફર કરી હતી.