હજી પણ લાલ ચોપડાની માગ કોમ્પ્યુટર લેપટોપના જમાનામાં યથાવત

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

દીવાળી એટલે વર્ષનો છેલ્લો દિવસ. દિવાળીનો દિવસ એટલે વેપારીઓ માટે ચોપડા પૂજનનુ શ્રેષ્ઠ મુહુર્ત. આધુનિક જમાનામાં ચોપડાનુ સ્થાન સરળ અને સુગમ એવાં કમ્પ્યુટર્સે લીધુ છે. જો કે તેમ છતાં આજે વર્ષો બાદ પણ વેપારીઓના એક વર્ગમાં વેપાર ધંધાના હિસાબો માટે લાલ ચોપડાની માંગ અને તેની મહત્ત્।ા યથાવત જોવા મળી રહી છે.

શાસ્ત્રી કેયુર ભટ્ટના જણાવ્યા અનુસાર ભારતીય સંસ્કૃતિમાં સનાતન ધર્મ પ્રમાણે ગુજરાતમાં દિવાળી એટલે વર્ષનો છેલ્લો દિવસ. આ દિવસે ગુજરાતના વેપારીયો માટે ખુબ મહત્વનો હોય છે. ગુજરાતના દરેક નાનામાં નાના કારખાનાથી માંડીને મોટામાં મોટી કંપનીનો માલિક તે દિવસે સારું મુર્હુત જોઈને તેના હિસાબના ચોપડાની પૂજા કરે છે. અગાઉ વેપારીઓે તેમના નામામાં પારંપારીક લાલ ચોપડાની પૂજા કરતા હતા. જે હજુ પણ કોઈક સ્થળે અકબંધ જોવા મળે છે. બાકી તો હાલના કમ્પ્યુટર નાં જમાનામાં વેપારીઓ પણ લાલ ચોપડાનું સ્થાન લેપટોપને આપી જ દીધું છે, પણ છતા વેપારીઓનો પૂજા ભાવ તો પહેલાના જેવો પવિત્ર જ રહયો છે.

આ દિવાળી એટલે તેમના ધંધાના ચોપડાનું પૂજન કરીને સારું મુર્હુત જોઈ આખા વર્ષ દરમિયાન થયેલા લાભને પૂજન કરીને તે વર્ષની છેલ્લી વસ્તી કરે છે ને ત્યારબાદ નવા વર્ષે એટલે કે કારતક શુદ એકમે અથવા પાંચમે કે પછી સાતમના દિવસથી પોતાનો રાબેતા મુજબનો ધંધો શરુ કરે છે તેમ શાસ્ત્રી કેયુર ભટ્ટે ઉમેર્યું હતુ.