કોરોનાના દર્દીઓની સારવાર કરનારી અભિનેત્રી લકવાગ્રસ્ત થઈ

Entertainment
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

એકટ્રેસ શિખા મલ્હોત્રાને લકવો થતાં હાલ તેને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે કે જયાં તેની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ૨૬ વર્ષીય એકટ્રેસ શિખા મલ્હોત્રાને ગુરુવારે શરીરના જમણા ભાગમાં દુઃખાવો ઉપડ્યો હતો. બાદમાં તેને જુહૂની કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

એકટ્રેસ શિખા મલ્હોત્રા દિવાળી પર પોતાના દ્યરે દિલ્હી ગઈ હતી અને ત્યાંથી પરત ફરી ત્યારથી તે શરીરમાં સમસ્યા હોવાની ફરિયાદ કરી રહી હતી. ગુરુવારે રાત્રે લગભગ સાડા દસ વાગ્યે તેના શરીરના જમણા ભાગમાં દુૅંખાવો શરૂ થયો. પહેલા તેને કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને ત્યારબાદ કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. મળતી માહિતી મુજબ ડોકટરે તેનું સિટિ સ્કેન કરીને જણાવ્યું કે તે ૮દ્મક ૧૦ દિવસમાં સ્વસ્થ થઈ જશે.

શિખા મલ્હોત્રાએ તાપસી પન્નૂની ફિલ્મ ‘રનિંગ શાદી’, ‘કાંચલી’ અને ‘ફેન’માં કામ કર્યું છે. તેણે કોરોના વાયરસની મહામારી દરમિયાન નર્સ તરીકેની ફરજ બજાવી હતી. કેટલાંક મહિના પહેલા શિખા મલ્હોત્રા પોતે પણ કોરોના સંક્રમિત થઈ હતી અને તારીખ ૨૨ ઓકટોબરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

કોરોના વાયરસની મહામારી દરમિયાન એકટ્રેસ શિખા મલ્હોત્રાએ નર્સ તરીકે સેવા આપી હતી અને પછી તે પોતે પણ કોરોના સંક્રમિત થઈ હતી. તે છેલ્લા છ મહિનાથી નર્સ તરીકે કોરોના દર્દીઓની સેવા કરતી હતી. હોસ્પિટલમાં સેવા દરમિયાન શિખા કોરોનાનો શિકાર થઈ હતી અને સ્વસ્થ થયા ઓકટોબરમાં તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી.