અકસ્માત ફક્ત વિકાસ બેઠો હતો તે ગાડીને થયો

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

વિકાસને ઉજ્જૈનથી કાનપુર ચાર્ટર્ડ પ્લેનમાં લાવવામાં આવશે તેવી વાતો હતી પણ અચાનક તેને પોલીસ જીપમાં બેલાડીને લઈ આવવામાં આવ્યો હતો. ગુરુવારે સાંજે ઉજ્જૈનથી એમપી પોલીસ વિકાસને ઝાંસી સુધી લઈ ગઈ હતી. પોલીસના કાફલામાં ઘણી ગાડીઓ હતી, એક્સિડન્ટ માત્ર તે ગાડીને જ થયો જેમાં વિકાસ બેઠો હતો. વિકાસને જ્યારે ઝાંસીમાં એમપી પોલીસે યુપી પોલીસના હવાલે કર્યો ત્યારે ત્યાં ૧૦ ગાડીઓ તૈયાર હતી. તેમાં એક ગાડીમાં વિકાસને બેસાડવામાં આવ્યો હતો. બાકીની ગાડીઓ આગળ-પાછળ હતી. મીડિયા પણ આ ગાડીઓનો પીછો કરી રહી હતી. ભારે વરસાદ પણ થઈ રહ્યો હતો. આ સંપૂર્ણ કાફલામાં એક્સિડન્ટ માત્ર તે ગાડીનો થયો જેમાં વિકાસ બેઠેલો હતો. પોલીસની બાકી કોઈ ગાડી કે મીડિયાની કોઈ ગાડીને કઈ નુકસાન  થયું નથી.