60મા મુક્તિ દિવસની દમણ અને દીવમાં ઉજવણી કરાઈ

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

19 ડિસેમ્બર કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવના લોકો માટે ખૂબ જ મહત્ત્વનો છે આજથી 60 વર્ષ પહેલા 1961માં દમણને 402 વર્ષના, દીવને 426 વર્ષના પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ મળી હતી. ભારતીય સેનાએ આ મુક્તિ અપાવી હતી. આજે દમણમાં તમામ લોકો આ આઝાદી દિવસની ધામધૂમથી ઊજવણી કરશે.

આ વખતના મુક્તિ દિવસની ઉજવણી મોટી દમણ જેટી ખાતે કરવામાં આવી છે. જ્યાં પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી તિરંગાને સલામી આપ્યા બાદ પ્રશાસક પ્રફુલ પટેલ દમણની જનતાને સંબોધન કરી દમણ અને દીવમાં કરેલા વિકાસના કાર્યોની રૂપરેખા આપી હતી.