શોપિયામાં મિનિ સચિવાલય ખાતે તૈનાત સીઆરપીએફ જવાનો પર આતંકવાદી હુમલો: સર્ચ ઓપરેશન શરૂ

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં CRPFના જવાનો પર આતંકીઓ હુમલો કરી ભાગી ગયા છે.  શોપિયાના મિની સચિવાલમાં તૈનાત જવાનો પર ફાયરિંગ કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જો કે હજુ સુધી આ હુમલામા કોઇપણ પ્રકારની જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

પ્રાપ્ત મળતી વિગત અનુસાર જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં મીની સચિવાલય ખાતે તૈનાત CRPFના જવાનો પર આતંકીઓએ હુમલો કર્યો છે. હુમલો કરી આતંકીઓ ફરાર થઇ ગયા હતા. જો કે હાલમાં સેના દ્વારા આ વિસ્તારને ઘેરી લઇ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જો કે આ હુમલામાં કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.