ચંદ્ર પર ભયંકર ભૂકંપ : સપાટી પર રહસ્યમય વિશાળ તિરાડ, વૈજ્ઞાનિકો ચોંકી ગયા

Science/Tech
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

તાજેતરમાં જ ચંદ્રનો એક ફોટો વાયરલ થયો છે જે  ફોટામાં એક મોટી તિરાડ જોવા મળી રહી છે. આ મસમોટી તિરાડે વૈજ્ઞાનિકોને પણ ચોંકાવી દીધા છે. આ તિરાડને લઈ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, કદાચ ચંદ્રની સપાટી પર એક મોટો ભૂકંપ આવ્યો હશે જેના કારણે આ તિરાડ પડી છે.

દેશ-વિદેશના વૈજ્ઞાનિકો દ્વારા એક અવનવી શોધ કરવામાં આવતી હોય છે. થોડાક દિવસો પહેલા અમેરિકી અંતરિક્ષ એજન્સી નેશનલ એરોનિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ મંગળ ગ્રહની 2011માં લેવામાં આવેલી તસવીર 1 માર્ચે જાહેર કરી હતી. તસવીરમાં એક રહસ્મયી છિદ્ર નજર આવી રહ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, મંગળ ગ્રહ પર જીવન હોવાની સંભાવના છે. 35 મીટર વ્યાસ વાળા છિદ્ર પાસે અનેક ગુફાઓની ખબર પડી છે. વૈજ્ઞાનિકો હાલ આ તસવીર પર વધુ સ્ટડી કરી રહ્યા છે.

ચંદ્રમાં પૃથ્વીનો એક માત્ર પ્રાકૃતિક ઉપગ્રહ છે. ચંદ્રમાનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના મહાસાગરોમાં ભરતી-ઓટ લાવે છે. તો સામાન્ય રીતે આ ઉપગ્રહ દિશાસૂચક તરીકે પણ કામ કરે છે અને અનેક દેશોના કેલેન્ડર પણ આની ચાલ પર નિર્ભર કરે છે. જો ચંદ્ર ના હોત તો ધરતી પર દિવસ-રાત 24 કલાકની જગ્યાએ ફક્ત 6થી 12 કલાકના જ હોત. એક વર્ષમાં 365 દિવસ નહીં, પરંતુ 1000થી 1400ની આસપાસ દિવસ હોત. ચંદ્ર પર શોધ માટે અનેક રોબોટિક અંતરિક્ષયાન મોકલવામાં આવ્યા છે. આનાથી મળેલી જાણકારીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતા રહે છે અને નવી-નવી જાણકારીઓ વિશે જણાવતા રહે છે.

કંઇક આ જ રીતની એક નવી શોધે રિસર્ચર્સને ચોંકાવી દીધા છે. તેમણે ચંદ્રની સપાટી પર એક અજીબ તિરાડ જોઇ છે. સ્મિથસન ઇન્સ્ટીટ્યૂટના આ રિસર્ચમાં એપોલો-17 દરમિયાન લગાવવામાં આવેલા સેન્સર્સના માધ્યમથી રિસર્ચર્સે આ ફોલ્ટ જોયો. રિસર્ચર્સના આંકડાઓથી એ વાત સામે આવે છે કે ચંદ્રની સપાટી પર રહસ્યમયી તિરાડ એક શક્તિશાળી ઝાટકાના કારણે નુકસાન પહોંચાડવા માટે પર્યાપ્ત છે.

ઉલ્લેખનીય છે કે આ અધ્યયનથી ચંદ્ર પર ભૂકંપ થયો હોવાની પુષ્ટિ પણ મળે છે. વૈજ્ઞાનિકો માટે આ જાણકારી ત્યારે મહત્વપૂર્ણ થઈ જાય છે જ્યારે તેઓ ઘણી દૂરથી ચંદ્રમાનું અવલોકન કરી રહ્યા છે અને ભવિષ્યમાં અહીં લોકોને વસાવવા માટે વિચારી રહ્યા છે.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર એટલે કે ઇસરો (ISRO) આગામી વર્ષે ચંદ્રયાન-3 (Chandrayaan-3) લોન્ચ (Chandrayaan-3 latest news) કરશે. જેની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. આ વખતે ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરથી ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડરથી થોડું અલગ હશે. ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરમાં 5 એન્જીન (થ્રસ્ટર્સ) હતાં પરંતુ આ વખતે ચંદ્રયાન-3 નાં વિક્રમ લેન્ડરમાં માત્ર 4 જ એન્જીન હશે. આ મિશનમાં લેન્ડર અને રોવર જશે. ચંદ્રની ચારે બાજુ ફરી રહેલા ચંદ્રયાન-2ના ઓર્બિટર સાથે લેન્ડર-રોવરનો સંપર્ક કરવામાં આવશે.

વિક્રમ લેન્ડરની ચારે ખૂણાએ એક-એક એન્જીન હતું જ્યારે એક મોટું એન્જીન વચ્ચે હતું. પરંતુ આ વખતે ચંદ્રયાન-3 (Chandrayaan-3 latest news) સાથે જે લેન્ડર જશે તેમાં વચ્ચેવાળું એન્જીન હટાવી દેવામાં આવ્યું. એનાંથી ફાયદો એ થશે કે લેન્ડરનો ભાર ઓછો થશે. આપને જણાવી દઇએ કે લેન્ડિંગ સમયે ચંદ્રયાન-2ને ધૂળથી બચાવવા માટે પાંચમુ એન્જીન લગાવવામાં આવ્યું હતું. જેથી તેના પ્રેશરથી ધૂળના કણો હટી જાય. આ વખતે ઇસરો આ બાબતને લઇને મજબૂત છે કે ધૂળથી કોઇ જ મુશ્કેલી નહીં સર્જાય.