સુરતીઓએ મનપાની તિજોરીમાં રૂ. 450 કરોડથી વધુ રકમ એડવાન્સ ટેક્સ તરીકે જમા કરાવી

Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

સામાન્ય મિલકતવેરામાં જંગી રાહત છતાં 31 ઓગસ્ટ સુધી મનપાની તિજારીમાં 450.56 કરોડ રૂપિયા એડવાન્સ ટેક્સ પેટે જમા થયા છે. જે ગત વર્ષની તુલનામાં 130 કરોડ જેટલા ઓછા છે.

કોવિડની સ્થિતિને કારણે ઠપ થયેલ વેપાર-ધંધા, બેરોજગારીની સીધી અસર મનપાની મિલકતવેરાની આવક પર નજરે પડી રહી છે. ગત વર્ષે 8.99 લાખ કરદાતાઓએ એડવાન્સ ટેક્સ 10 ટકા રીબેટ છતાં ભર્યો હતો જ્યારે ચાલુ વર્ષે આ સંખ્યા અડધાથી પણ ઓછી થઇ ગઇ છે. ફક્ત 4.4 લાખ કરદાતાઓએ એડવાન્સ ટેક્સ જમા કરાવ્યો છે.