સુરત મહાનગર પાલિકા દ્વારા સુપર સ્પ્રેડર્સ પરીક્ષણ અભિયાન શરૂ કરાયું : 5 દિવસમાં 43 પોઝિટિવ કેસ મળ્યા

Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

સુરત કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોના કાબૂમાં કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. મનપાએ સુપર સ્પ્રેડર્સ ટેસ્ટિંગ અભિયાન શરૂ કર્યું છે.

આ અભિયાન અંતર્ગત છેલ્લા 5 દિવસમાં 43 સુપર સ્પેડર્સ મળી આવ્યા છે. પાનના ગલ્લા અને ચા વાળાના 855 ટેસ્ટિંગ કરાયા, જેમાં 7 પોઝિટિવ મળી આવ્યા હતા. સલૂનમાં 650 ટેસ્ટ કરાયા જેમાં 1 પોઝિટિવ નોંધાયો છે. ઓટો ગેરેજમાં 860 ટેસ્ટ કરાયા, જેમાં 8 પોઝિટિવ મળ્યા હતા.