સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો : પીએમ કેર્સ ફંડના પૈસા નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાં જમા કરાવવા હુકમ ન આપી શકાય

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પી.એમ.કેર્સ ફંડને સુપ્રિમની કલીન ચીટઃ પી.એમ.કેર્સ ફંડને નેશનલ ડીઝાસ્ટર્સ રીસ્પોન્સ ફંડમાં ફેરવી નાખવા માગણી કરતી એનજીઓની અરજી ફગાવી દેતી વરિષ્ઠ અદાલતઃ આ ફંડ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ (ડીએમ એકટ) હેઠળ કાનુની ફંડ ઉભુ કરવામાં આવેલઃ

સુપ્રિમકોર્ટે ઠરાવ્યું છે કે એનડીઆરએફ (નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ)માં રકમ આપવા માટે વ્યકિતગત કે સંસ્થાકીય કોઇ પ્રતિબંધ નથી. પરંતુ પી.એમ. કેર્સ ફંડ એ ચેરીટેબલ ટ્રસ્ટ તરીકે અલગ રચવામાં આવેલ અલગ ફંડ છે અને તેથી પીએમ કેર્સમાંથી એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવા કોઇ નિર્દેશ આપેલ નથી.