અચાનક સંજય દત્ત મુંબઇ છોડીને પત્ની માન્યતા સાથે વિદેશ ચાલ્યો ગયો

Entertainment
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

બોલિવૂડ એકટર સંજય દત્ત  ફેફસાંના કેન્સર નો સામનો કરી રહ્યા છે. એકટરે ૧૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ પોતે લંગ કેન્સરથી પીડિત હોવાની જાણકારી પોતાના પ્રશંસકોને આપી હતી. આ બીમારી વિશે જાણતાં જ સંજય દત્તે તેની ટ્રીટમેન્ટ લેવાની શરૂ કરી દીધી છે. હાલમાં તેઓએ મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં કીમોથેરપીનો પહેલું ચરણ પૂરું કર્યું છે. આ દરમિયાન અહેવાલ છે કે સંજૂ બાબા અચાનક મુંબઈ છોડીને વિદેશ જતા રહ્યા છે. તેમની પત્નિ માન્યતા દત્ત  પણ તેમની સાથે છે. એકટરે મુંબઈ અચાનક છોડતાં પ્રશંસકો તેમની ચિંતા કરી રહ્યા છે. સંજય અને માન્યતા બંને ચાર્ટર્ડ ફલાઇટમાં સાથે ગયા છે.

સંજય દત્ત પોતાની પત્ની માન્યતા દત્ત્।ની સાથે ૧૫ સપ્ટેમ્બરની સાંજે ૪ વાગ્યે મુંબઈથી દુબઈ માટે રવાના થયા છે.  અહેવાલ મુજબ, એકટર પોતાના બાળકો શહરાન અને ઇકરાને ખૂબ મિસ કરી રહ્યા હતા અને તેમને મળવા માટે જ તેઓ દુબઈ રવાના થયા. રિપોર્ટમાં સૂત્રોએ જણાવ્યું કે, લગભગ ૭થી ૧૦ દિવસ સુધી દુબઈમાં રહ્યા બાદ સંજય અને માન્યતા પરત મુંબઈ આવી જશે. શહરાન અને ઇકરા હાલ દુબઇમાં છે અને પોતાના કલાસિસ લઈ રહ્યા છે.

સંજય દત્તને ફેફસાંના કેન્સર સામે લડતાં એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. અનેકવાર તેમને હોસ્પિટલ જતાં પણ સ્પોટ કરવામાં આવ્યા છે. સંજય દત્ત્। કેન્સર સામે જંગ લડી રહ્યા છે પરંતુ તેઓએ આ બીમારીને પોતાના કામને આડે આવવા દીધી નથી. તેઓ સારવારની સાથોસાથ પોતાની નવી ફિલ્મ શમશેરાના શૂટિંગ ઉપર પણ ફોકસ કરી રહ્યા છે.

નોંધનીય છે કે, મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં હાલમાં સંજય દત્તની સારવાર ચાલી રહી છે અને એકટર સતત ડોકટર્સના સંપર્કમાં છે. સંજય દત્તની આવનારી ફિલ્મોની વાત કરીએ તો એકટર ટૂંક સમયમાં ફિલ્મ KGF ચેપ્ટર ૨, રણબીર કપૂર સાથે શમશેરા, ભૂજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયામાં જોવા મળશે.