સોમવારથી રાજ્યમાં શાળાઓમાં શરૂ થશે ધો. 1 થી 9ની પ્રવેશ પ્રક્રિયા : વિદ્યાર્થીઓ ઘરે બેઠાં અભ્યાસ કરી શકશે

India

(હમલોગ.ન્યૂઝ દ્વારા)

રાજ્યમાં 8 જૂનથી ધોરણ-1થી 9ની પ્રવેશ પ્રક્રિયા ચાલુ થશે. હોમ લર્નિગ પ્રક્રિયા રાજ્યમાં ચાલુ કરાશે. 8થી 13 જૂન સુધી વિદ્યાર્થીઓને પુસ્તકો મળશે. વિદ્યાર્થી ઘરે બેસી અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઓનલાઈન, ટેલિવિઝન, મોબાઈલથી અભ્યાસ કરાવવામાં આવશે. 15 જૂનથી ડીડી ગિરનાર પર અભ્યાસક્રમ ચાલુ કરાશે. રાજ્યના શિક્ષણ વિભાગે આ મામલે આદેશ કર્યો છે.

આ ઉપરાંત રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. માલ વાહક વાહન ધારકોને સરકારે મોટી રાહત આપી છે. બે મહિનાનો માલ વાહક વાહન વેરો માફ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની આ યોજનાનો લાભ 2.80 લાખ માલ વાહક વાહનોને થશે. માલ વાહક વાહનોને રાજ્ય સરકાર દ્વારા રૂ.100 કરોડની રાહત આપવામાં આવી છે.

આ અગાઉ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં હવે છ વર્ષની ઉંમર ધરાવનાર બાળકોને જ પ્રવેશ આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીઓને ઈમેલ કરીને જાણ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓની ઉંમર પાંચ વર્ષ પૂર્ણ થઇ હોય ત્યાર બાદ જ તેઓને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. આરટીઈ એક્ટમાં કરેલાં ફેરફાર અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે.