રસીકરણ પછી 3 થી 4 અઠવાડિયા વિશેષ કાળજી લેવી જોઈએ

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોવિડ-૧૯ વિરૂદ્ધ જારી જંગ હવે અંતિમ તબક્કામાં છે. વેકસીનની આશાઓ મજબૂત બની છે પરંતુ એવુ નથી કે વેકસીન લગાવતા જ લોકોને માસ્ક પહેર્યા વગર ફરવાની આઝાદી મળે. નિષ્ણાંતોનું કહેવુ છે કે વેકસીનના બન્ને ડોઝ બાદ પણ પ્રોટેકશન બનવામાં ચાર સપ્તાહ સુધીનો સમય લાગે છે તેથી માસ્ક તુર્ત નહિ હટે.

એટલુ જ નહિ કોવિડ વિરૂદ્ધ અન્ય જરૂરી બચાવ જેમ કે વારંવાર હાથ ધોવા અને ભીડભાડથી દૂર રહેવાની ટેવ ચાલુ રાખવી પડશે. નિષ્ણાંતોનુ કહેવુ છે કે લગભગ ૧ વર્ષના જંગ બાદ આપણે ઈલાજના પડાવ સુધી પહોંચ્યા છીએ કે હવે કોઈ એવુ ભૂલ ન કરે કે જેથી તમે સંક્રમણનો શિકાર બની જાવ અને ન ઈચ્છતા હોવા છતા પણ કોઈનો જીવ જાય. દરેક જીવ કિંમતી છે અને હાલ સમય છે કે આપણે બધા એકબીજાની જિંદગીની કાળજી રાખીએ અને બચાવની દરેક બાબતોનું પાલન કરીએ.

એમ્સના પૂર્વ ડાયરેકટર ડો. એમ.સી. મિશ્રાએ જણાવ્યુ છે કે સૌ પહેલા એ જાણી લ્યો કે વેકસીન પછી તરત જ પ્રોટેકશન નથી મળતુ. ઉપરથી આ વેકસીનના બે ડોઝ હોય છે. પહેલા ડોઝના ૨૮ દિવસ બાદ બીજો ડોઝ લેવાનો હોય છે અને પછી ચાર સપ્તાહ લાગી શકે છે પ્રોટેકશન બનવામાં તેથી એટલા સમય સુધી તો વેકસીન લગાવનારે નિયમોનું પાલન કરવુ પડશે. માસ્ક પહેરવુ પડશે, હાથ ધોવા પડશે અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવું પડશે. ડો. મિશ્રાએ કહ્યુ હતુ કે જે લોકોમા પ્રોટેકશન બની જશે, ઈમ્યુનીટી થઈ જશે તેનાથી પછી બીજાને સંક્રમણ નહી થાય એટલે કે તેના થકી બીજા કોઈ સંક્રમિત નહી થાય.

એલએનજેપી હોસ્પીટલના મેડીકલ ડાયરેકટર ડો. સુરેશકુમારે કહ્યુ છે કે વેકસીન બાદ પણ બચાવની પુરી કાળજી રાખવાની રહેશે. જો કોઈ વેકસીન લગાવે તો જ્યાં સુધી બીજો ડોઝ ન લાગી જાય ત્યાં સુધી સંક્રમણનો ખતરો રહે છે અને આ ખતરો પ્રોટેકશન બની જાય ત્યાં સુધી રહેશે. વેકસીનના બન્ને ડોઝ બાદ ૩ થી ૪ સપ્તાહ એન્ટીબોડી બનવામાં લાગે છે તેથી આ સમય સુધી વેકસીન લીધા બાદ પણ માસ્ક પહેરવો પડશે, હાથ સેનેટાઈઝ કરવા પડશે અને સામાજિક અંતર રાખવુ પડશે.

ડો. સુરેશે એવુ પણ કહ્યુ છે કે દરેક વેકસીનના પ્રોટેકશનની એક લીમીટ છે. કોઈની ૯૦ ટકા તો કોઈની ૯૫ કે કોઈની ૭૦ ટકા એટલે કે ૫ થી ૩૦ ટકા લોકોમાં એન્ટીબોડી ન પણ બની શકે. તેથી જે લોકો વેકસીન કરાવી રહ્યા છે જરૂરી નથી કે તેનામા એન્ટીબોડી બની જાય તેથી વેકસીન લેતા જ માસ્ક હટાવવાની ભૂલ ન કરતા.