આવતીકાલે સૂર્યગ્રહણ : કંકણાકૃતિ ખંડગ્રાસ નજારો જોવા મળશે

Science/Tech
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

આવતીકાલે તા. ૨૧ ના આકાશમાં સવારે ૧૦ વાગ્યાથી કંકળાકૃતિ અને ખંડગ્રાહ ગ્રહણનો નજારો જોવા મળશે. ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા વિવિધ સ્થળે ગ્રહણ નિદર્શન અને ગેરમાન્યતા ખંડનના કાર્યક્રમો યોજવામાં આવેલ છે. તે અંતર્ગત રાજયકક્ષાનો કાર્યક્રમ રાજકોટમાં આયોજીત થયો છે.

જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાની યાદીમાં જણાવાયુ છે કે દુનિયાભરના લોકોમાં ગ્રહણ નિહાળવા ઉત્કંઠા જોવા મળી રહી છે. સવારે ૧૦ વાગ્યાથી આ નજારો શરૂ થઇ જશે. સવારે ૧૧.૪૨ મીનીટે સુર્યનો ૭૫% ભાગ ઢંકાઇ જશે. બાદમાં મુળ સ્થિતી પ્રાપ્ત કરી લેશે.

રાજયમાં ગ્રહણ સંબંધી સાચી સમજ આપવા નિદર્શન કાર્યક્રમો રાખેલ છે. ગ્રહણ સમયે ચા-નાસ્તા આરોગી સૂતક બુતક વેદાદિ નિયમોનો ઉલાળીયો કરી સાચી સમજ આપવા પ્રયાસ કરાશે.

જિલ્લા મથકો રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, છોટાઉદેપુર, ડાંગ આહવા, ગોધરા, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડીયાદ, હિંમતનગર, માણસા, રાજપીપળા, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ ભુજ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, જુનાગઢ, અમરેલી, બોટાદ, તાપી વ્યારા, મહીસાગર  લુણાવાડ, ડીસા, ગાંધીનગર, અંજાર, ધોરાજી, ઉપલેટા, કેશોદ, મહુવા, કંુકાવાવ, બાબર, લીંબડી સહતી અન્ય તાલુકા મથકોએ પણ આયોજનની તૈયારીઓ કરાઇ છે.

જેમાં રાજકોટ ખાતે તનીષ્ક – ટાવર ખાતે રાજય કક્ષાનો ગ્રહણ નિદર્શન કાર્યક્રમ આયોજીત થયો છે. જેની વ્યવસ્થા યુટર્ન ઓપ્ટીકલ મોલવાળા ઉમેશભાઇ શેઠ અને તનિષ્ક-એ ટાવ્રના મુખ્ય સંચાલકો તેમજ ફલેટ હોલ્ડરો સંભાળી રહયા છે.

જાથાના ઉમેશ રાવ, અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, રાજુભાઇ યાદવ, હસમુખ ગાંધી, અરવિંદ પટેલ, વિનુભાઇ લોદરીયા, મોરબીમાં રૂચીર કારીયા, ગૌરવ કારીયા, ભુજમાં શૈલેષ શાહ, અંજારમાં એસ.એમ. બાવા, મથલમાં હુસેનભાઇ ખલીફા, સુરતમાં મગનભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ, રાજકોટમાં પ્રમોદ પંડયા, નિર્ભય જોષી, કિશોરગીરી ગોસાઇ, તુષાર રાવ સહીતના  જહેમત ઉઠાવી રહ્યા છે. ગ્રહણ નિહાળવા ફિલ્ટર ચશ્મા વિતરણની પણ વિજ્ઞાન જાથા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.