શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ પૂ. નૃત્યગોપાલદાસની તબિયત લથડી

India
  •  (હમલોગ.ન્યૂઝ દ્વારા)

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસની તબિયત અચાનક લથડી હતી. તેમને એમ્બ્યુલન્સમાં અયોધ્યાથી લખનૌ લઇ જવાયા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ છે અને છાતીમાં દુઃખાવાની ફરીયાદ છે.

તેઓને મેદાંત હોસ્પિટલ લઇ જવા માટે ટ્રાફીક પોલીસ દ્વારા સફેદાબાદના ગોલ્ડન બ્લાઝમ હોટેલથી શહીદ પથ સુધી ગ્રીન કોરિડોર બનાવી દીધો હતો. થોડા સમયગાળા પૂર્વે જ તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા.

ત્યારબાદ તેમને ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર પણ અપાઇ હતી. તેઓ હાલ ૮ર વર્ષના છે.