શંકરસિંહ વાઘેલાનો કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને ખબર અંતર પૂછ્યા

India

  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસેનેદિવસે ગંભીર બની રહી છે. ત્યારે હવે નેતાઓ પણ કોરોનાનીઝપેટમાં આવી રહ્યા છે.
શંકરસિંહ વાઘેલા કોરોના પોઝિટિવઆવ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શંકરસિંહવાઘેલાને ફોન કર્યો હતો
અને તેમની ખબર અંતર પૂછી હતી.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. ત્યારેઆ કોરોનાની ઝપેટમાં કેટલાક રાજકીય નેતાઓ પણ આવીચૂક્યા છે.
શનિવારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહવાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો  હતો. ત્યારેઆજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
શંકરસિંહ વાઘેલાને ફોનકરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.

હાલ તો શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સમર્થકો અને તેમની સાથે મુલાકાતે આવેલા તમામ નેતાઓમાં
ચિંતાનો માહોલ છે. છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત ખરાબ રહેતી હતી. હાલ તેમને કોરોના પોઝિટિવ આવતા વસંત વગડામાં
જ હોમ આઈસોલેટ કરાયા છે. તેમને કોઇ મોટા લક્ષણ ન હોવાથી હોમ આઇસોલેટ થવા માટેની આરોગ્ય તંત્રએ મંજુરી આપી છે.
તો બીજી તરફ બે દિવસ પહેલા એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેને લઇને સમર્થકો, નેતા અને પત્રકારો ચિંતામાં મુકાયા છે.

રાજ્યસભા ચૂંટણી બાદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ NCPના નેશનલ જનરલ સેક્રેટરીઅને પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું
આપી દીધુ હતું. શંકરસિંહ વાઘેલાએ ટ્વિટર દ્વારા આ વાતજણાવી હતી. ટ્વિટર પર એક પત્ર અપલોડ કરીને રાજીનામાની જાહેરાત
કરી હતી. શંકરસિંહવાઘેલએ એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું.