પ્રારંભિક ટ્રાયલ પછી રશિયાએ બીજી કોવિડ રસીને મંજૂરી આપી

international
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

રશિયાએ કોવિડ-૧૯ની બીજી વેકસીનને શરૂઆતી ટ્રાયલ પછી મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને બુધવારે એક સરકારી બેઠકમાં આ જાહેરાત કરી હતી. વેકસીનને સાઇબેરિયામાં વેકટર સંસ્થાન દ્વારા વિકસિત કરવામાં આવી છે અને તેણે ગત મહિને પ્રારંભિક તબક્કાના માનવ પરિક્ષણોને પુરા કરી લીધા છે. જોકે પરિણામ હજુ સુધી પ્રકાશિત થયા નથી અને મોટા પ્રમાણમાં પરિક્ષણ, જે ત્રીજા ચરણના રૂપમાં ઓળખાય છે, તે હજુ સુધી શરૂ થયા નથી.

રાજય ટીવી પર પ્રસારિત ટિપ્પણીઓમાં પુટિને કહ્યું કે અમને પહેલા અને બીજા વેકસીનનુ ઉત્પાદન વધારવાની જરૂર છે. અમે પોતાના વિદેશી સહયોગીઓ સાથે સહયોગ કરવાનું યથાવત્ રાખીશું અને વિદેશોમાં પોતાની વેકસીનને વધારીશું, પેપ્ટાઇડ આધારિત એપીવૈકકોરોના નામની આ વેકસીન છે. રશિયામાં ઉપયોગ માટે લાયસન્સ મેળવવાના મામલામાં બીજા નંબરે છે. નોવોસિબિર્સ્કમાં ૧૮ અને ૬૦ વર્ષની ઉંમરમાં ૧૦૦ વોલેન્ટિયર્સ પર એક પ્લેસબો નિયંત્રિત પરિક્ષણ કરવામાં આવ્યું છે

TASS સમાચાર એજન્સીએ ઉપભોકતા સુરક્ષા પ્રહરી Rospotrebnadzor, જે સંસ્થાની દેખરેખ કરે છે તેના હવાલાથી જણાવ્યું કે એપીવૈકકોરોનાનું મોટા પ્રમાણમાં માનવ પરિક્ષણ નવેમ્બર કે ડિસેમ્બરમાં શરૂ થવાની સંભાવના છે. ઇન્ટરફેકસ સમાચાર એજન્સી પ્રમાણે ટ્રાયલમાં ૩૦,૦૦૦ વોલેન્ટિયર્સ સામેલ થાય તેવી આશા છે. જેમાં પહેલા ૫૦૦૦ સાઇબેરિયાના નિવાસી હશે.

આ પહેલા મોસ્કોના ગેમાલેયા સંસ્થાન દ્વારા વિકસિત સ્પુતનિક વી ને ઓગસ્ટમાં ઘરેલું ઉપયોગ માટે લાયસન્સ આપવામાં આવ્યું હતું. આ વેકસીન એડેનોવાયરસ વેકટરના આધાર પર, ત્રીજા તબક્કાના પરિક્ષણો પહેલા પણ પંજીકૃત હતી. મોસ્કોમાં હાલ ૪૦,૦૦૦ લોકો પર તેનું પરિક્ષણ ચાલી રહ્યું છે.