દિલ્હીમાં મોટા આતંકી હુમલાનું જોખમ: 15 દિવસમાં પાંચ આતંકવાદીઓની ધરપકડ

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

દિલ્હી પોલીસની સ્પેશયલ સેલે પાછલા 15 દિવસમાં આતંકી સંગઠન સાથે જોડાયેલા પાંચ શખસોની ધરપકડ કરી છે. તેમાંથી ચાર આતંકી ખાલિસ્તાન આંદોલન સાથે જોડાયેલા છે. અને એક આઈએસકેપીનો સદસ્ય છે

ઓગષ્ટ મહિનામાં સ્વતંત્રતા દિવસને જોતા દિલ્હી સહિત દેશના પ્રમુખ શહેરોમાં આતંકી હૂમલાનું જોખમ વધી રહ્યું હતું.આ સમય દરમયાન સ્પેશયલ સેલે સૂચનાના આધારે આ કાર્યવાહી કરી છે. જેમાં 22 ઓગષ્ટના રોજ ધૌલાકુંઆ રિજ વિસ્તારમાંથી આઈએસકેપીના સદસ્ય મોહમ્મદ મુસ્કીમ ખાનની ધરપકડ કરી છે. આ ધરપકડ ઘર્ષણ બાદ થઈ હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, મુસ્કતીમ કરોલ બાગ સહિત દિલ્હીના ભીડભાડવાળા વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ કરવા માટે આવ્યો હતો. તેના કબ્જામંથી બોમ્બ વિસ્ફોટ કરવાનો સામાન મળ્યો હતો. પોલીસે મુસ્તકીમની ધરપકડ કરીને દિલ્હીને આતંકી હૂમલાથી બચાવી લીધી હતી.