રિલાયન્સનો કબ્જો ઓનલાઇન કરિયાણાના અડધા વ્યવસાય પર નિયંત્રણ લેશે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

દેશનો ઈ-કોમર્સ વ્યાપાર વાર્ષિક ૨૭ ટકાના દરથી વધીને ૨૦૨૪ સુધી ૯૯ અબજ ડોલર (આશરે ૭.૪ લાખ કરોડ રૂપિયા)નો થવાનું અનુમાન છે. આ સિવાય રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) ઓનલાઇન કરિયાણા બજારના અડધા ભાગ પર કબજો જમાવી શકે છે. અમેરિકાની બહુરાષ્ટ્રીય નાણાકીય સેવા અને કન્સલ્ટિંગ કંપની ગોલ્ડમેન સેશે આ અનુમાન જારી કર્યું છે.

ગોલ્ડમેન સેશે કહ્યું કે, ફેસબુકની સાથે જોડાણથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઓનલાઈન કરિયાણા બજારના અડધા ભાગ પર કબજો જમાવી શકે છે.

ગોલ્ડમેન સેશે એક રિપોર્ટમાં કહ્યું કે, કોવિડ-૧૯ સંકટને કારણે વૈશ્વિક સ્તર પર ઈ-કોમર્સ કંપનીની ઘૂંસપેંઠ બમણી થઈ ગઈ છે. તેમાં ગ્રાહકો ડબ્બાબંધ વસ્તુઓ જેવા ક્ષેત્રમાં સર્વાધિક વૃદ્ઘિ થઈ છે. વૃદ્ઘિ એટલી ઝડપી રહી કે જે પહોંચ ત્રણ વર્ષમાં થવાની હતી તે ત્રણ મહિનામાં થઈ ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, ‘ભારતમાં ઈ-કોમર્સ કંપનીઓનો આકાર ૨૦૧૯-૨૦૨૦થી ૨૭ ટકા સંચિત દરથી વૃદ્ઘિ (CAGR) દ્વારા ૨૦૨૪ સુધી ૯૯ અબજ ડોલર થઈ જશે. વૃદ્ઘિના મામલામાં અમારા હિસાબે તેમાં કરિયાણું અને ફેશન/વસ્ત્રોનું યોગદાન મહત્વપૂર્ણ છે.’ રિટેઇલ છેત્રની ઓનલાઇન પહોંચ ૨૦૨૪ સુધી ૧૦.૭ ટકા સુધી થવાનું અનુમાન છે, જે ૨૦૧૯માં ૪.૭ ટકા હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, અમારા વિચારથી નજીકના ભવિષ્યમાં ભારતીય ઈન્ટરનેટમાં સૌથી મોટી વસ્તુ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ઈ-કોમર્સ સેકટરમાં પ્રવેશ છે. કંપનીએ ઓનલાઈન કરિયાણા માટે વોટ્સએપ સાથે ભાગીદારી કરી છે. ફેસબુકે રિલાયન્સની સબ્સિડિયરી જીયો પ્લેટફોર્મ્સમાં ૯.૯૯ ટકાની ભાગીદારી ખરીદી છે. જીયો પ્લેટફોર્મ્સમાં દેશની સૌથી મોટી દૂરસંચાર કંપની જીયો સામેલ છે. રિલાયન્સના ઈ-કોમર્સ વેન્ચર જીયો માર્ટની સ્થાનીક કરિયાણા સ્ટોર અને ગ્રાહકોને જોડવા માટે ફેસબુકના વોટ્સએપના ઉપયોગની યોજના છે.

ગોલ્ડમેન સેશ અનુસાર ૨૦૧૯માં બિગ બાસ્કેટ અને ગ્રોફર્સની ઓનલાઈન કરિયાણા બજારમાં ભાગીદારી ૮૦ ટકા હતા. ઓનલાઈન કરિયાણા બજાર વાર્ષિક ૫૦ ટકાથી વધુના દરે વધી રહ્યું છે, પરંતુ કોવિડ-૧૯ને કારણે ઓનલાઈન કરિયાણા સામાનની ખરીદી વધી છે. રિલાયન્સના પ્રવેશથી આ સેકટમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪ દરમિયાન ૮૧ ટકાના વધારાનું અનુમાન છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, અમારૂ માનવું છે કે રિલાયન્સની ફેસબુકની સાથે ભાગીદારીથી કંપની ઓનલાઈન ગ્રોસરી સેકટરમાં બજારની લીડર થઈ જશે અને ૨૦૨૪ સુધી તેની બજારમાં ભાગીદારી ૫૦ ટકાથી વધી જશે.