રામ રાજની વાતો પણ આપ્યું ગુંડા રાજ : રાહુલ ગાંધીની કટાક્ષ

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકાર પર ગાઝિયાબાદમાં પત્રકાર વિક્રમ જોશીની ગોળી મારીને હત્યા નિપજાવવના કેસમાં આકરી ટીકા કરી છે. રાહુલ ગાંધીએ મૃતક પત્રકાર વિક્રમ જોશીના પરિવારજનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાહુલે યોગી સરકારને ટોણો મારતા કહ્યું કે, ‘રામ રાજની વાતો કરનારા લોકોએ રાજ્યને ગુંડા રાજ આપ્યું છે.

રાહુલ ગાંધીએ આ મામલે યોગી સરકાર પર ટીકા કરતાં વધુમાં જણાવ્યું કે, પત્રકાર વિક્રમ જોશી તેમની ભાણીની છેડતીનો વિરોધ કરી રહ્યા હતા ગુંડાઓએ જાહેરમાં ગોળી ધરબી તેમની હત્યા કરી છે. મૃતકના પરિવારને હું સાંત્વના પાઠવું છું રાહુલ ગાંધીએ યુપીમાં ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે રાજ્યમાં તેઓએ (ભાજપે) રામ રાજ્ય આપવાનું વચન આપ્યું હતું પરંતુ લોકોને ગુંડા રાજની ભેટ આપી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે યુપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. કેન્દ્ર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, છેલ્લા છ વર્ષથી મીડિયાને ડરાવવાના અને દબાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે.