ભાજપ અને સંઘના નેતાઓ ઉપર હુમલો થવાની સંભાવના

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

પાક સતાવાળાઓ દ્વારા ભાજપા અને આરએસએસ સહીતની જમણેરી સંસ્થાઓના નેતાઓ પર હુમલાના ષડયંત્ર બાબતે રાજયોને ચેતવતા તેમના રક્ષણ માટે જરૂરી પગલા લેવા કેન્દ્રએ કહયુ઼ છે. તમીલનાડુ પોલીસે સોમવારે હિંદુ અખબારને કહયું કે આતંકવાદી જુથો પર જેમ બને તેમ જલ્દી આ કાર્ય પુર્ણ કરવાનુ઼ દબાણ છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ રાજયોને મોકલેલ એલર્ટમાં વિશ્વસનીય સુત્રોનો હવાલો આપીને કહેવાયું છે કે ભારતીય મુળના ગુનાહીત તત્વો અને અન્ડરવર્લ્ડ નેટવર્કને પાક સતાવાળાઓ દ્વારા ટાર્ગેટ વ્યકિતની તેના રહેઠાણ, રોજીંદી દિનચર્યા અને રોજેરોજની અવરજવરની માહીતી ભેગી કરવા કહેવામાં આવ્યુ઼ છે.

રાજયોની ગુપ્તચર એજન્સીઓને ભાજપા, આરએસએસ, વીએચથી અને એબીવીપીના અગ્રણી નેતાઓનું ધ્યાન રાખવા અને તેમના ખાનગી સુરક્ષા અધિકારીઓને આ બાબતની જાણ કરવા કહેવાયું છે.