પીએમઓએ આરટીઆઈનો જવાબ આપવાનો ઈન્કાર કર્યો !!

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સરકારની આલોચના કરવા માટે મીડિયા રિપોર્ટ્સનો આધાર લઈ રહ્યાં છે. જે અંતર્ગત આજે તેમણે PM Cares ફંડની પારદર્શિતા પર સવાલ ઉઠાવતા મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

PMOએ તાજેતરમાં એક RTIનો જવાબ આપવાનો ઈન્કાર કર્યો હતો. જેમાં PM Cares ફંડ સહિત કેટલીક જાણકારી માંગવામાં આવી હતી. આ મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પલટવાર કર્યો છે.

RTI એક્ટિવિસ્ટ કમાન્ડર (નેવીના સીનિયર અધિકારી) લોકેશ બત્રા (નિવૃત)એ એક RTI ફાઈલ કરી હતી. જેમાં તેમણે PMO પાસે એપ્રિલ 2020 બાદ દર મહિને આવનારી કુલ RTIની અરજી અને તેના જવાબોની વિગતો માંગી હતી. આ સાથે PM Cares ફંડ અને પ્રધાનમંત્રી નેશનલ રિલીફ ફંડ (PMNRF)માં પણ આવી જ વિગતોને લઈને જાણકારી માંગી હતી.

PMOના ચીફ પબ્લિક ઈન્ફૉર્મેશન ઓફિસર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે, તમારા તરફથી જે જાણકારી માંગવામાં આવી છે, તે કાર્યાલયે કંમ્પાઈલ કરીને નથી રાખવામાં આવી. આ જાણકારીને એકત્ર કરવી અને કંમ્પાઈલ કરવી ઓફિસના સામાન્ય કામકાજને અસર કરશે. એવામાં કાયદાની કલમ 7 (9)ને ધ્યાનમાં રાખીને આવું નથી કરવામાં આવ્યુ.

એક ન્યૂઝ પેપરના કટિંગનું ટ્વીટ કરીને રાહુલ ગાંધીએ લખ્યું છે કે, PM CARES For Right To Improbity અર્થાત અનૈતિક્તાના અધિકાર માટે પીએમ કેયર્સ.. જો કે રાહુલ ગાંધીના આરોપ પર જવાબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પલટવાર કર્યો હતો.

જેપી નડ્ડાએ જણાવ્યું કે, રાહુલનું કેરિયર સંપૂર્ણ રીતે ખોટી ખબરો ફેલાવવા પર ટક્યું છે. જ્યારે અસમર્થ રાજકુમાર (રાહુલ ગાંધી) વાંચ્યા વિના લેખને શેર કરે છે, તો આવું જ થાય છે. ઉપરોક્ત RTIને અન્ય RTIની વિગતોની જાણકારી માંગવા માટે દાખલ કરવામાં આવી હતી. જો કે એવી અફવા ફેલાવામાં આવી રહી છે કે, PMOએ PM કેયર્સ ફંડ વિશે જાણકારી આપવાનો ઈન્કાર કર્યો.

એક તરફ દેશ જ્યાં કોરોના સામે જંગ લડી રહ્યો છે, ત્યારે તમે એક હારેલા શખ્સની જેમ ખોટા સમાચારો ફેલાવી રહ્યાં છે. આટલું જ નહીં તેમણે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ચીન પાસેથી રૂપિયા લેવાનો પણ આરોપ લગાવ્યો છે.