પીએમ મોદી 11 મીએ કેવડિયા રેલ્વે સ્ટેશન અને અમદાવાદ-કેવડિયા ઇન્ટરસિટીનું ઉદ્ઘાટન કરશે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ટુરિસ્ટ હબ બની રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત દર્શનિય સ્થળો જોવા માટે કેવડિયા પ્રવાસીઓની પ્રથમ પસંદ બની રહ્યું છે. ત્યારે કેવડિયાને હવે રેલવે કનેક્ટિવિટી મળશે. રેલવે વિભાગ દ્વારા કેવડિયા ટ્રેન મારફતે પહોંચી શકાય તે માટે વડોદરાથી વાયા ડભોઇ, ચાણોદ થઇને કેવડિયા સુધી નવી રેલવે લાઇન નાખવામાં આવી છે. અને SOUથી 5 કિમીના અંતરે આધૂનિક સુવિધાથી સજ્જ કેવડિયા રેલવે સ્ટેશનનું નિર્માણ કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી 11મી જાન્યુઆરીના રોજ કેવડિયા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે. સાથે જ અમદાવાદ-કેવડિયા ઇન્ટરસિટી એક્સપ્રેસનું પણ લોકાર્પણ કરશે. ત્યારબાદ અન્ય ટ્રેનો પણ કેવડિયા સુધી લંબાવાશે.