લોકો 2021માં દૂર ફરવા નહીં જાય : નજીકમાં જ ‘વેકેશન’ માણશે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોરોના સંકટમાંથી જીવન ધીમેધીમે સામાન્ય થઈ રહ્યું છે ત્યારે લોકોએ ૨૦૨૧માં પર્યટનની યોજના બનાવવાનું શરૂ કરી દીધું છે. જોકે, એક અહેવાલ પ્રમાણે લોકો આગામી વર્ષે ઘરની નજીકના સ્થળોએ અથવા ‘હોમ સિટી’માં જ જવાનું પસંદ કરશે. આવો ટ્રેન્ડ ‘વેકેશન’ તરીકે ઓળખાય છે. મુસાફરીમાં ધીમેધીમે વધારો થઈરહ્યો છે, પણ પર્યટન શોખીનોમાં એક નવો ટ્રેડ જોવા મળ્યો છે. એરબીએનબીના ‘ટ્રાવેલ ટ્રેડન’ અહેવાલમાં જણાવ્યા અનુસાર લોકો હરવા ફરવાની પસંદગી અત્યારના માહોલને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છે. કારણ કે તેમના માટે અત્યારે મનોરંજન સાથે સુરક્ષા બહું મહત્વની છે. એરબીએનબીનો અહેવાલ તેના પ્લેટફોર્મ પર ૨૦૨૧માં મુસાફરી માટે જાન્યુઆરી-સપ્ટેમ્બરમાં નોંધાયેલા સર્ચ ડેટા પર આધારિત છે.

‘વેકેશન’ ટ્રેન્ડ એવા પર્યટકોમાં જોવા મળે છે જે નવા અનુભવો મેળવવા ટૂંકા ગાળા માટે નવી જગ્યાએ રહેવા માંગતા હોય અથવા એક મહિનો કે એથી વધુ સમય માટે ‘હવાફેર’ કરવા ઇચ્ફુક હોય. એરબીએનબી ઇન્ડિયા (દશિણપૂર્વ એશિયા, હોંગકોંગ અને તાઇવાન)ના જનરલ મેનેજર અમનપ્રીત બજાજે જણાવ્યું હતું કે, ‘૨૦૨૧ શરૂ થવા આડે ગણતરીના મહિના બાકી છે ત્યારે વિશ્વાસ અનેસુરક્ષા અગાઉની તુલનામાં વધુ મહત્વના બનશે.

તે પર્યટકોની પસંદગીનો નવો બેન્ચમાર્ક તેયાર કરશે. શહેરની નજીક મુસાફરી કરવી, ગમે તે સ્થળેથી કામ કરવાની સુવિધા જેવા ટ્રેન્ડ જોવા મળશે. એનો અર્થ એ થયો કે, આ ટ્રેન્ડનો આર્થિક લાભ ‘ટુરિસ્ટ હોટસ્પોટ્સ’ને નહીં, સ્થાનિક લોકોને મળશે. અમે નવી પસંદગીને ધ્યાનમાં રાખીને તૈયારી કરી રહ્યા છીએ.’