લોકોએ રામ મંદિર માટે સોના-ચાંદીની ઇંટો મોકલી

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર હવે સોના-ચાંદીની ઈંટો વગેરેનું દાન સ્વીકાર નહીં કરે. ટ્રસ્ટ મહાસચિવ ચંપતરાયે બધા દાતાઓને અપીલ કરી છે કે, તે સોના-ચાંદી તેમજ અન્ય ધાતુઓની ઈંટો દાન માટે લઈને ન આવે. તેના બદલે ટ્રસ્ટના ખાતામાં કેશ જમા કરાવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫ ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિ પૂજન કરવા અયોધ્યા આવી રહ્યા છે.

તેમણે કહ્યું કે, જાન્યુઆરીમાં લોકોએ ચાંદીની ઈંટો દાન કરી તો તેને સામાન્ય દાન માનવામાં આવ્યું. પરંતુ હવે જાણ થઈ છે કે, ઘણા દાતાઓ ચાંદી તેમજ સોનાની સામગ્રી દાન માટે લાવી રહ્યા છે, જેનું મુલ્યાંકન કરવું ટ્રસ્ટ માટે મુશ્કેલ છે.

ઉપરાંત તેને રાખવા માટે બેંકમાં લોકર નથી. તેમણે બધા દાતાઓને અપીલ કરી છે કે તે દાનને ઓનલાઈન અથવા કેશમાં ટ્રસ્ટના ખાતામાં જમા કરાવે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં લગભગ ૧ કિવન્ટલથી વધુ ચાંદી તેમજ અન્ય ધાતુઓની ઈંટ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને દાન કરવામાં આવી છે.