મનના સૌથી વધારે વિચિત્ર રોગો

Blogs

ડો. મુકુલ ચોકસી

માણસનું શરીર સીમિત છે, જ્યારે મન અનંત છે. જા આટલા નાના શરીરમાં હજારો પ્રકારની વિચિત્રતાઓ, બીમારીઓ થઈ શકતી હોય તો આ અંતહીન મનમાં કેટકેટલી વિચિત્રતાઓ ઉદï્ભવી શકતી હશે? કેટકેટલી બીમારીઓ થઈ શકતી હશે? આજે મનના ઍવા વિચિત્ર અને ભાગ્યે જ થતા રોગોની વાત કરીઍ જે, આપણી કલ્પનાથી ય વધુ વિચિત્ર હોય.

સ્ત્રીઓ ગર્ભવતી બને છે ત્યારે પેટ ફૂલે છે અને ઊલટીઓ થાય છે. પણ કેટલીક સ્ત્રીઓને ગર્ભવતી હોવાનો ‘રોગ’ થાય છે. આવી સ્ત્રીઓ પણ પેટ ફુલાવે છે અને ઊલટીઓ કરે છે. પણ તેઓઍ ગર્ભ ધારણ નથી કર્યો હોતો. તેઓઍ ‘ગર્ભ રહ્યા છે’ ઍવી માન્યતા ધારણ કરી હોય છે. તેઓ પોતે ઍવું માનતી થઈ ગઈ હોય છે, અને સૌને મનાવવા પ્રયત્ન કરતી હોય છે કે પોતે ગર્ભવતી છે. કારણ કે તેમના સુષુ મનમાં ગર્ભવતી થવાની ઇચ્છા પડેલી હોય છે. અને ઍટલે જ અજાણપણે તેઓ ફેફસાં અને પેટ વચ્ચે આવેલો ઉદરપટલ નીચે તરફ ખેîચેલો રાખે, વધુ પડતી હવા પેટમાં જવા દે (ઍરોફેજિયા), પેટના સ્નાયુઓ ઢીલા છોડે અને મણકામાંથી કમરને આગળ પડતી વાળે જેથી તેમનું પેટ, ગર્ભવતી સ્ત્રીના પેટ જેવું ફૂલેલું લાગે. આ રોગને ‘સ્ટુડોસાયેસીસ’ કહેવામાં આવે છે. ‘હીસ્ટિરીકલ પ્રેગનન્સી’થી ઓળખાતા આ રોગની દર્દી બનેલી ઍક સ્ત્રી આ રોગથી ઍટલી તીવ્ર રીતે પીડાતી હતી કે તેની આ ‘માનસિક ગર્ભધારણ’ની પીડામાંથી ઉગારવા છેવટે તેની ‘માનસિક સુવાવડ’ કરાવવી પડી હતી!

ગર્ભવતી સ્ત્રીઓને જ લગતા આવા ઍક બીજા આડ્ઢર્યજનક રોગનું નામ છે ‘કાઉવેડ સીન્ડ્રોમ.’ હા – ઍ આડ્ઢર્યજનક ઍટલા માટે છે કે ગર્ભવતી સ્ત્રીઓને લગતો રોગ હોવા છતાં આ રોગ તેવી સ્ત્રીઓને નહીં – બલકે તેમના પતિ દેવોને થાય છે. ‘કાઉવેડ’માં પ્રેગનન્ટ સ્ત્રીઓના શરૂઆતના અઠવાડિયાઓમાં તેમના પતિદેવોને ઉબકા આવે છે, ઊલટીઓ થાય છે અને ખાસ દાંતનો દુઃખાવો થાય છે. ઍક પુરુષને આ રોગ લાંબો ચાલ્યો પણ જેવી તેની પત્ïનીની સુવાવડ થઈ ગઈ કે તે તરત સારો થઈ ગયો.

સુવાવડ પછી કેટલીક સ્ત્રીઓને ગાંડપણનો હુમલો આવતો હોય છે, જેને ‘પોસ્ટ પાર્ટમ સાઇકોસીસ’ કહેવાય છે. આવી સ્ત્રીઓ પોતાના નવજાત બાળક પ્રત્યે બેધ્યાન, બેજવાબદાર બની જાય છે. ઍટલું જ નહીં, કેટલીક સ્ત્રી દર્દીઓ બાળક પ્રત્યે શંકાની નજરથી જુઍ છે, તેને ભૂખો રાખે છે, મારે છે અને જા તેમનો રોગ વકરી જાય તો પોતાના બાળકને ઊંચકીને ફેîકી પણ દે છે અને મારી પણ નાંખે છે. નવજાત બાળકને મારી નાખવાની આ પરિસ્થિતિને માઇથોલોજીને આધારે ‘મીડિયા સીન્ડ્રોમ’ કહેવામાં આવે છે.

મારો ઍક દર્દી તેની પત્ïની શોભાને કહે, ‘તું સાચી શોભા નથી. તું કોઈ બીજી જ સ્ત્રી છે અને શોભાનો સ્વાંગ રચીને, મારી પત્ïનીનો વેશ ધારણ કરીને મારી પાસે આવી છે, તું શોભાની ડુપ્લીકેટ છે.’ મેî શોભાનો પક્ષ લઈને મારા ઍ દર્દીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, ‘જા ભાઈ! આ સાચી શોભા જ છે! તારી ઓરીજનલ પત્ïની જ છે! મારું કહ્નાં માન! હું ડૉક્ટરછું અને સાચું કહું છું!’ તરત જ મારા ઍ દર્દીના મોîમાથી શબ્દો નીકળ્યા, ‘પણ તમે સાચા ડૉક્ટરચોકસી જ હોવ અને તેના ડુપ્લીકેટ નહીં હોવ ઍની શી ખાતરી?’ પોતાની પત્ïની સહિત સૌને ડુપ્લીકેટ માનનાર ઍ દર્દીને ‘કેપગ્રાસ’ નામનો રોગ થયો હતો.

તો ઍના જેવો જ પણ ઍનાથી ય વધુ વિચિત્ર રોગ ‘ફ્રેગોલી સીન્ડ્રોમ’ છે. ફ્રેગોલી નામના ઝડપથી ચહેરાનો દેખાવ બદલતા નટ ઉપરથી તેનું નામ પાડવામાં આવ્યું હતું. ‘કેપગ્રાસ’નો દર્દી નટુભાઈને નટુભાઈ તરીકે ઓળખવાની ના પાડે છે, જ્યારે ‘ફ્રેગોલી’નો દર્દી માને છે કે પોતાનો ઍક સનાતન દુશ્મન છે જે પોતાને હેરાન કરવા જાતજાતના વેશ ધારણ કરીને મળે છે.

વળી ગાંડપણ કેટલું ચેપી હોય છે તે ય જાવા જેવું છે. રસૂલ સૌને કહેતો ફરતો કે તેના ચાચાઍ તેની મિલ્કત પચાવી પાડી છે. તેના ચાચા આનો વિરોધ કરતાં થાક્યા અને છેવટે રસૂલ ઉપર કેસ કરી બેઠા. વાત ચોળીને ચૂંથાઈ ગઈ. મેî રસૂલના ભાઈ ઇબ્રાહીમને પૂછ્યું, કે રસૂલ શું સાચું કહે છે? ઇબ્રાહીમ કહે, ‘હાસ્તો! સો ટકા સાચું.’ રસૂલના સાઇક્રિઆટ્રીક ઇવેલ્યુઍશન દરમિયાન જણાયું કે તેને ‘પેરોનોઇડ ડીસઓર્ડર’ નામનો માનસિક રોગ હતો. તો પછી સવાલ ઍ થયો કે ઇબ્રાહીમ પણ આવું કેમ માનતો હતો? સૌને પાછળથી સમજાયું કે ઇબ્રાહીમને તેના ભાઈના પેરાનોઇડ થીન્કિંગનો ચેપ લાગ્યો હતો. રસૂલને કારણે ઇબ્રાહીમ પણ તેના જેવું જ માનતો થઈ ગયો હતો. અને તેને ‘શેર્ડ પેરાનોઇડ ડીસઓર્ડર’ થયો હતો. ઍટલે રસૂલની ખોટી માન્યતાઓ ઇબ્રાહીમે પણ ‘શ÷ર’ કરી હતી. આમ ઍક સગામાંથી બીજામાં જતી આ સાઇકોસીસને ‘ઇન્ડયુસ્ડ સાઇકોસીસ’ પણ કહેવાય છે. ઍકના લીધે બીજાને થતો આ રોગ કયારેક આખા કુટુંબમાં અને બાર બાર જણ સુધી પ્રસર્યાના દાખલાઓ નોîધાયા છે.

બીજા ઍક રોગ ગાળ અને અપશબ્દો બોલવા અંગેનો છે. જાણી જાઈને ગાળ તો ઘણા ય બોલતા હોય છે પણ ઍક ઍવો ય રોગ છે જેમાં વ્યક્તિ અજાણતામાં અપશબ્દો બોલી બેસે છે. આ અપશબ્દો બોલાઈ જવાની વાતને ‘કોપ્રોલેલિયા’ કહેવાય છે. ઍ જે રોગમાં થાય છે તે રોગને ‘ગીલાડેલા ટોરેટ’ કહેવાય છે. આ ‘ટોરેટ’ રોગ મૂળ તો ‘ટીકસ’ (સ્નાયુઓમાં ઝાટકા આવવા)નો રોગ છે પણ જેમ શારીરિક ટીકસ આવે છે, તેમ શાબ્દિક ટીકસ પણ આવી શકતી હોય છે. ઍ જ કારણે શાબ્દિક ઝાટકા જેવી ગાળ વ્યક્તિ ઓચિંતી બોલી પડે છે.

અમુક દર્દીઓ માને છે કે, તેમના આંતરડામાં જીવજંતુઓ, કીડા-મંકોડા ફરી, ઊછરી રહ્યા છે. તેમના શરીરના અંદરના અવયવોમાં અળસિયાંઓ, સાપોલિયાંઓ, ઉધઇ વગેરે ઠલવાઈ રહ્નાં છે. તેઓ આવું માને છે ઍટલું જ નહીં, દિવસરાત તેની ફરિયાદો કરે છે, રેચ લે છે, બીજાને મનાવવા પ્રયત્ન કરે છે અને ડા÷ક્ટરોને બતાવતા ફરે છે. આ રોગ ‘ઇન્ટર્નલ ડીલ્યુઝનલ ઝૂપથી’ તરીકે ઓળખાય છે. કેટલાકને વળી ઍમ લાગે છે, તેમની ત્વચા જીવાણુઓથી ખદબદી રહી છે. આને ‘ઍક્ષટર્નલ ડીલ્યુઝનલ ઝૂપથી’ કહેવાય છે.

લોકોને વાંદા, ગરોળી, કૂતરા કે ઉંદરના ફોબિયા થતાં હોય છે. વળી ઇંજેકશન, દવા, ડૉક્ટરકે નર્સોના ય ફોબિયા થતાં જાવા મળે છે. ઍવી કોઈ વસ્તુ નથી જેનો ફોબિયા ન થઈ શકે. પોતાને ફોબિયા તો ન થઈ જાય ને! ઍવા ભય સહિત ફોબિયાના ય ફોબિયા થઈ શકે છે. આજકાલ વળી ઍઇડ્સનો ફોબિયા વધતો જાય છે.

કેટલાક લોકોને તીવ્ર ચિંતાનો (પેનીકનો) ઍટેક આવવાની બીમારી હોય છે. જે જાણીતું છે. પણ અમુક કિસ્સાઓમાં આવા ઍટેક માત્ર બંધ જગ્યામાં અન્ય પુરુષો સાથે રહેવાને સમયે જ આવતા હોય છે. લશ્કરી બેરેક, હોસ્ટલના રૂમ, કેમ્પનાં સ્થળો વગેરે જગ્યાઍ આવું બનતું હોય છે. ઍવું મનાય છે કે, જે વ્યક્તિઓમાં સજાતીય સંબંધોની ઇચ્છા દબાયેલી પડેલી હોય તેવા લોકોઍ જા પરાણે બહુ બધા પુરુષો વચ્ચે ઓછી જગ્યામાં રહેવાનું આવે તો તેણે અજાણપણે પણ ે લાગણીને દબાવી રાખવી પડતી હોય છે, જે પછી જુદી રીતે પેનીક ઍન્કઝાઇટી તરીકે બહાર આવે છે. આ રોગને ‘હોમોસેકસ્યુઅલ પેનીક’ કહેવાય છે.

જુગાર રમવો અને પતિ કે પત્ïનીના ચારિત્ર્ય પ્રત્યે શંકાસ્પદ/ઇર્ષાળુ બનવું ઍ સાહજિક અને સમાજે સ્વીકૃતિ આપેલ બાબત છે. પણ આ બંને વસ્તુઓ અમુક માત્રાથી વધી જાય ત્યારે રોગ બની જાય છે. શંકાશીલ પતિ/પત્ïનીઓની જેલસી જ્યારે હદથી વધી જાય ત્યારે તેને ‘પેથોલોજીકલ જેલસી’ કહેવાય છે. આ રોગ માટે ‘પીમોઝાઇડ’ નામની જુદી દવા પણ મળતી હોય છે. અને જુગાર રમવાનું પણ જ્યારે હદથી વધી જાય છે ત્યારે ‘પેથોલોજીકલ ગેમ્બલિંગ’ નામનો રોગ થયો હોવાનું કહેવાય છે.