આજથી સસ્તુ સોનું ખરીદવાની તક

India
  •  (હમલોગ.ન્યૂઝ દ્વારા)

સરકાર એકવાર ફરી તમારા માટે સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે. સરકાર સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ  હેઠળ સાતમી સિરીઝ જારી કરવા જઈ રહી છે. સોવરેન ગોલ્ડ બોન્ડનું સબ્સક્રિપ્શન ૧૨ ઓકટોબરથી ૧૬ ઓકટોબર વચ્ચે લઈ શકાય છે. તો સેટલમેન્ટ ડેટ ૨૦ ઓકટોબર છે. રિઝર્વ બેન્કની સહમતિ બાદ જે રોકાણકાર ઓનલાઇન રોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદશે તેને ૫૦ રૂપિયાની છૂટ મળશે. તે માટે ઓનલાઇન પેમેન્ટ કરવું પડશે.

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ એક નિવેદનમાં કહ્યું કે, ગોલ્ડ બોન્ડનું મૂલ્ય ૫૦૫૧ રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવ્યું છે. ઓનલાઇન ખરીદનાર માટે કિંમત ૫૦૦૧ રૂપિયા પ્રતિ ગ્રામ હશે. આ પહેલા બોન્ડ સિરીઝ-૬ના ઈશ્યૂ પ્રાઇઝ ૫૧૧૭ રૂપિયા પ્રતિ ગ્રામ હતી અને તે સબ્સક્રિપ્શન ૩૧ ઓગસ્ટથી ૪ સપ્ટેમ્બર સુધી ખુલ્યું હતું. સરકાર તરફથી ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા સોવરેન ગોલ્ડ બોન્ડ જારી કરવામાં આવે છે.

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ, સોનામાં રોકાણ કરવાની સ્કીમ છે જેને ભારત સરકાર તરફથી ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સોનાની ફિઝિકલ માગને દ્યટાડવાનો છે જેથી ભારતના સોનાની આયાતને ઓછી કરી શકાય. આ સ્કીમ ૨૦૧૫થી શરૂ થઈ હતી.

કોણ કરી શકે છે રોકાણ

સોવરેન ગોલ્ડ બોન્ડમાં તે વ્યકિત રોકાણ કરી શકે છે જે ભારતમાં રહેતો હોય, તે પોતાના માટે, કોઈ બીજી વ્યકિત સાથે સંયુકત રૂપથી બોન્ડ ધારક થઈ શકે છે કે પછી સગીર તરફથી પણ આ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. ધ્યાનમાં રહે કે ભારતમાં નિવાસ કરનાર વ્યકિતને વિદેશી મુદ્રા મેનેજમેન્ટ, અધિનિયમ ૧૯૯૯ના કલમ ૨(યૂ)ની સાથે વિભાગ કલમ ૨(વી) હેઠળ પરિભાષિત કરવામાં આવ્યો છે. તેમાં બોન્ડ ધારકના રૂપમાં વિશ્વવિદ્યાલય, ધર્મ સંસ્થાઓ કે કોઈ ટ્રસ્ટ પણ હોઈ શકે છે.

રોકાણ કરવાના છે ઘણા ફાયદા

સોવરેન ગોલ્ડ બોન્ડનો ઉપયોગ કર્જ લેવા માટે કોલેટરલના રૂપમાં કરી શકાય છે. આ બોન્ડ રિઝર્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવે છે તેથી રોકાણકાર આ જોખમથી બચી શકે છે કે બોન્ડ ઈશ્યૂ કરનારી કંપની નાદાર કે ભાગી ન જાય. આ બોન્ડને એકસચેન્જોમાં ટ્રેડ કરી શકાય છે, જેથી રોકાણકાર સમયથી પહેલા ઈચ્છે તો એકિઝટ કરી શકે છે. તેમાં સોનાની કિંમતોમાં વધારા સિવાય રોકાણકારને ૨.૫ ટકાના દરે વધારાનું વ્યાજ મળે છે.