ભાગેડુ વિજય માલ્યા પાસેથી માત્ર રૂ. 36૦૦ કરોડની રિકવરી : રૂ. 11,000 કરોડ હજી બાકી

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ભારતીય બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડીને વિદેશ ભાગી જનાર લોન ડિફોલ્ટર અને લિકર કિંગ ભાગેડુ આર્થિક અપરાધી વિજય માલ્યા પાસેથી ધાર્યા પ્રમાણ બાકી વસૂલાત કરવામાં સફળતા મળી નથી. બેન્કો લોન ડિફોલ્ટર વિજય માલ્યા પાસેથી અત્યાર સુધીમાં 3600 કરોડ રૂપિયાની જ રિકવરી કરી શકી છે. હજી પણ બેન્કોની રૂ. 11 હજાર કરોડથી વધુ રકમ ફસાયેલી છે.

આજે ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાને ભારતમાં સુપ્રીમ કોર્ટે વધુ એક ફટકો માર્યો છે. સુપ્રીમ કોર્ટે આજે સોમવારે માલ્યાની યુનાઇટેડ બ્રુવરીઝ લિમિટેડ દ્વારા કર્ણાટક હાઇકોર્ટના આદેશને પડકારવા દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં કિંગફિશર એરલાઇન્સની બાકી લોનની રિકવરી માટે કંપનીને બંધ કરવા પર મનાઇ ફરમાવવાના આદેશ વિરુદ્ધ આવેલા ચુકાદાને પડકાર્યો હતો.

કોર્ટમાં સુનવણી દરમિયાન જસ્ટિસ યૂ યુ લલિતની ખંડપીઠે કંપનીને રાહત આપવા ઇન્કાર કર્યો હતો. તો બીજી બાજુ સિનિયર વકિલ મુકુલ રોહતગીએ એસબીઆઇની આગેવાના બેન્કોના કોન્સોર્ટિયમનું પ્રતિનિધિત્વન કરતા સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે, દેશમાંથી ફરાર થયેલા માલ્યા પાસેથી અત્યાર સુધીમાં 3600 કરોડ રૂપિયાની જ પરત વસૂલાત થઇ ચૂકી છે. બેન્કોના રૂ.11 હજાર કરોડ હજી પણ ફસાયેલા છે.

રોહતગીએ દાવો કર્યો કે, એન્ફોર્સમેન્ટ ઇન્ટેલિજન્ટ (ઇડી)ને કંપનીની સંપત્તિઓ જપ્ત કરવી જોઇએ નહી કારણ કે, તે એનક્મબર્ડ એસેટ્સ હતી અને આવા પ્રકારની સંપત્તિઓ પર બેન્કોનો પહેલો હક છે.

નોંધનિય છે કે, ફેબ્રુઆરી 2018માં કર્ણાટક હાઇકોર્ટના આદેશ મુજબ યુબીએચએલ પર તેના લેણદારોનું કુલ બાકી દેવુ લગભગ રૂ. 7000 કરોડ હતુ.