31 ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી એકતા પરેડમાં ભાગ લેવા કેવડિયા આવશે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

રાજપીપળા:એકતા પરેડને પગલે આવનાર પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને 32 સમિતિની રચના કરવામાં આવી,કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગ રૂપે સુચારૂ વ્યવસ્થા અને સંકલન માટે સમિતિઓની રચના કરવામાં આવી છે.આ સમિતિઓમાં ખાસ સંકલન સમિતિ, પાદપૂજા સમિતિ,પરેડ કલચર સમિતિ,સ્ટેજ ઇવેન્ટ સમિતિ વગેરે જેવી સમિતિઓની રચના કરી દેવામાં આવી છે.આ સમિતિની રચના કાર્યક્રમ વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

વધૂમાં જાણવા મળ્યા મુજબ સરદાર પટેલ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દર વર્ષે થાય છે જેમાં આ વખતે કોરોના સંક્રમણને કારણે આ ઉજવણી મર્યાદિત ઉપસ્થિતો વચ્ચે થઇ શકે છે.જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ સહિતના કાર્યક્રમોની તૈયારીઓ થઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ,પીએમ મોદી સી પ્લેન મારફતે અમદાવાદથી કેવડિયા પહોંચશે.અને તેઓ આ સી પ્લેનનું પણ ઉદઘાટન કરવાના છે.જે બાદ સી પ્લેન સેવા સામાન્ય લોકો માટે ખુલ્લી મૂકાશે.