હવે ગોરમહારાજ પણ હાઇટેક બની ગયા છે : એક સાથે અનેક ઓનલાઇન પૂજા

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

એક સમય હતો જયારે વાર-તહેવારમાં ઘરે પૂજા કરાવવા માટે પંડિત ઘરે આવતા અને વિધિવત પૂજા કરાવતા. પરંતુ હવે કોરોનાના કારણે લોકો ટેકનોલોજીની મદદથી ઓનલાઇન પૂજા કરાવી રહ્યા છે.

શાસ્ત્રી મિતેશ દવેએ જણાવ્યું કે દરવર્ષે અમે યજમાનોના ઘર કે વ્યવસાયના સ્થળે જઈને પૂજા કરાવતા હોઇએ છીએ. જયારે આ વર્ષે કોરોનાના કારણે જૂના અમદાવાદની પોળોમાં તથા દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અઘરું છે તેથી આ વર્ષે અમે એક સાથે ટેકનોલોજીની મદદથી એક જ સમયે ૨૫ જેટલા યજમાનોને એક સાથે જોડીને ઓનલાઇન પૂજા કરાવવાનું આયોજન કર્યું છે.

ઓનલાઇન પૂજામાં જોડાયેલા મિતેશ રાવલે જણાવ્યું કે અમે ચાર પેઢીથી દરવર્ષે દિવાળીમાં પૂજાનું આયોજન કરતા હતાં જેમાં અમારા કુટુંબના ૫૦ જેટલા સભ્યો ભેગા થઈને પૂજા કરે છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ઓનલાઇન પૂજા કરી છે.